આમચી મુંબઈમહારાષ્ટ્ર

સિએરા લિયોનથી આવેલા ભારતીય નાગરિક પાસેથી રૂ. 40 કરોડનું કોકેઇન જપ્ત

મુંબઈ: સિએરા લિયોનથી આવ્યા બાદ મુંબઈની હોટેલમાં રોકાયેલા ભારતીય નાગરિક પાસેથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે (ડીઆરઆઇ) રૂ. 40 કરોડનું કોકેઇન જપ્ત કરવામાં આવ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

ડીઆરઆઇની ટીમે મળેલી માહિતીને આધારે મુંબઈ એરપોર્ટ નજીક આવેલી હોટેલમાં સોમવારે તપાસ કરીન હતી અને આરોપીની બેગમાંથી ડ્રગ્સના બે પેકેટ જપ્ત કર્યા હતા. આથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

સિએરા લિયોનથી ફ્લાઇટમાં છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલા પ્રવાસીઓમાંનો એક પ્રવાસી ડીઆરઆઇના રડાર પર હતો અને ડીઆરઆઇને શંકા હતી કે તેણે ભારતમાં નશીલા પદાર્થની દાણચોરી કરી છે.

અનેક પ્રયાસ બાદ શકમંદને ઓળખી કાઢવામાં આવ્યો હતો અને તેને એરપોર્ટ નજીક આવેલી હોટેલમાંથી તાબામાં લેવાયો હતો. આરોપી હોટેલની જે રૂમમાં રોકાયો હતો, ત્યાં જઇને તપાસ કરાઇ હતી અને બેગમાંથી કોકેઇન જપ્ત કરવામાં આવ્યું હતું.

ડીઆરઆઇના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી પાસેના પ્રવાસ દસ્તાવેજો સૂચવે છે કે તેણે પશ્ર્ચિમ આફ્રિકન દેશથી મુંબઈની મુસાફરી દરમિયાન આ બેગ સાથે રાખી હતી.

દરમિયાન આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી.

આરોપીની ઓળખ બાલા વેંકટ નાયડુ તરીકે થઇ હોઇ તે જે ડ્રગ સિન્ડિકેટ સાથે સંકળાયેલો હતો તેના સભ્યોની શોધ ચલાવવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker