આમચી મુંબઈમહારાષ્ટ્ર

રેશન કાર્ડ પર મળશે મફત સાડી

રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી યોજના

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
દિવાળીના સારા દિવસે રાજ્ય સરકાર તરફથી મોટી ભેટ રાજ્યના ગરીબ પરિવારોને આપવામાં આવી છે. અત્યાર સુધી રેશન કાર્ડ પર ફક્ત અનાજ મળતું હતું, પરંતુ હવે દરેક મહિલાને સાડી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના વસ્ત્રોદ્યોગ ખાતા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તેનો લાભ લાખો મહિલાને મળશે.
રાજ્યના ફક્ત અંત્યોદય રેશનકાર્ડ ધારકોને આ યોજનાનો લાભ મળવાનો છે. દરવર્ષે કુટુંબની પ્રમુખ મહિલાને એક સાડી મફતમાં આપવામાં આવશે. રાજ્યમાં વિવિધ ઉત્સવો અને તહેવારો ઉજવવામાં આવે છે, તેમાંથી કોઈપણ એક તહેવારની પસંદગી કરીને આ સાડી આપવામાં આવશે.

રાજ્ય હેન્ડલૂમ કોર્પોરેશન દ્વારા મહિલાઓ માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે. 2023-24ના વર્ષ માટે એક સાડીની ખરીદી રૂ. 355માં કરવામાં આવસે, જેમાં સાડીના ઉત્પાદનથી લઈને પરિવહન અને જાહેરાત, સંગ્રહ વગેરે બધો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.

વસ્ત્રોદ્યોગ દ્વારા શાશ્ર્વત ધોરણ જાહેર કરીને 2023થી લઈને 2028 સુધીના સમયગાળા દરમિયાન દરવર્ષે એક સાડી અંત્યોદય (પીળું) રેશન કાર્ડ ધારકને આપવામાં આવશે. કેશરી રેશનકાર્ડ ધારકોને સાડી આપવાનો નિર્ણય હજી સુધી લેવામાં આવ્યો નથી. અત્યારે રાજ્યમાં 24,58,747 કુટુંબ અંત્યોદય રેશન કાર્ડ ધરાવે છે. તેમના પરિવારની એક મહિલાને સાડી મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker