નવી મુંબઈ એરપોર્ટ પર પહેલી ફ્લાઈટનું ‘વોટર કેનન’થી ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો

મુંબઈ: મુંબઈવાસીઓ માટે આ નાતાલ ખાસ રહેવાની છે. જેની ઘણા વર્ષો રાહ જોવાતી હતી એ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ(NMIA) પર કમર્શિયલ ફ્લાઈટ્સનું સંચાલન શરુ કરવામાં આવ્યું છે. આજે સવારે 8 વાગ્યે એરપોર્ટ પર લેન્ડ થયેલી પહેલી ફ્લાઈટનું વોટર કેનનથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

બેંગલુરુથી ટેક ઓફ કરીને ઇન્ડિગો એરલાઈનની ફ્લાઇટ નંબર 6E460 સવારે 8 વાગ્યે નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઇ હતી. વિમાનનું વોટર કેનન સેલ્યુટ સાથે સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટ પર પહેલી ફ્લાઇટ લેન્ડ થાય એ પહેલા, ઇન્ડિગો એરલાઈનના સ્ટાફ મેમ્બર્સે કેક કાપી અને શ્રીફળ વધેરીને ઉજવણી કરી હતી.
એર પોર્ટ પર પ્રથમ લેન્ડિંગના થોડા સમય બાદ એરપોર્ટથી પહેલું ટેક ઓફ પણ કરવામાં આવ્યું. સવારે 8:40 વાગ્યે ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E882એ હૈદરાબાદ માટે ઉડાન ભરી હતી.
We have opened up our skies to the world.
— Navi Mumbai International Airport (@navimumairport) December 25, 2025
The first touchdown at #NMIA marks a defining moment as Navi Mumbai International Airport welcomes its first commercial flight with a ceremonial water cannon salute, officially commencing scheduled passenger operations.… pic.twitter.com/EPCGMsy6jy
અદાણી ગ્રુપે આનંદ વ્યક્ત કર્યો:
નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપ કરી રહ્યું છે. આ ખાસ પ્રસંગે અદાણી ગ્રુપે સોશિયલ મીડિયા પર લખ્યું: “ભારતીય એવિએશન માટે એક નવો યુગ શરુ થયો છે. વર્ષોના આયોજન અને અમલીકરણ પછી, નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેની પ્રથમ ફ્લાઈટનું સ્વાગત કરવા માટે તૈયાર છે. વાર્ષિક 90 મિલિયન મુસાફરોને સર્વિસ આપવામાં બનાવવામાં આવેલું NMIA માત્ર મુંબઈ માટે જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે નવી ખોલશે.”
મહારાષ્ટ્રની સીટી એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (CIDCO) દ્વારા 1997 માં સૌપ્રથમ નવી મુંબઈ એરપોર્ટ બનાવવા યોજના શરુ કરવામાં આવી હતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2018 માં આ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. ગત ઓક્ટોબરના રોજ વડા પ્રધાન મોદીના હસ્તે એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજે આ એરપોર્ટ પરથી કમર્શિયલ ફ્લાઈટ્સ શરુ કરવામાં આવી છે.
આપણ વાંચો: નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચવા માટે શું છે કનેક્ટિવિટી ઓપ્શન્સ? જાણી લો એક ક્લિક પર…



