મુંબઈની પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો થ્રી માટે હવે આવી ગઈ નવી અપડેટ
મુંબઈ: મુંબઈની સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન જુલાઈમાં શરુ કરવાના અહેવાલો વચ્ચે હવે નવેસરથી નવી અપટેડ બહાર આવી રહી છે. મેટ્રો-થ્રીના આરેથી બીકેસી સુધીના પ્રથમ તબક્કાના માર્ગની છેલ્લી ટ્રાયલ આવતા અઠવાડિયે થવાની શક્યતા છે. આરડીએસઓની પરીક્ષા પાસ કર્યા બાદ હવે પૂરી સિસ્ટમ કમિશનર ઓફ મેટ્રો રેલવે સિક્યોરિટી (સીએમઆરએસ)ની છેલ્લી અને મહત્ત્વની પરીક્ષા માટે તૈયાર છે.
મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન તરફથી આગામી બે-ત્રણ દિવસમાં સીએમઆરએસને બોલાવવામાં આવશે ત્યાર બાદ રેલવે સિક્યોરિટી કમિશનરની હાજરીમાં દરેક પરીક્ષણ કરવામાં આવશે. સર્ટિફિકેટ મળ્યા બાદ આ રૂટની મેટ્રોને શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: મેટ્રો-થ્રીના બીકેસીથી કોલાબા સુધીના તબક્કાનું કામ પૂરજોશમાંઃ કોર્પોરેશને કરી આ જાહેરાત
ઘણા સમયથી મેટ્રો-થ્રીનો પ્રથમ તબક્કો શરૂ થવાની રાહ જોવાઇ રહી છે. હવે તે સપ્ટેમ્બરમાં શરૂ થવાની આશા વ્યક્ત કરાઇ રહી છે. આરેથી બીકેસી સુધીના આ તબક્કામાં આઠ સ્ટેશન હશે જ્યારે ધારાવીથી વરલી સુધીના તબક્કામાં ત્રણ અને વરલીથી કફ પરેડ સુધી ૧૨ સ્ટેશન હશે.
- મેટ્રો-થ્રીથી રોજનો વાહન પ્રવાસ ૬.૬૫ લાખ સુધી ઓછો થશે.
- ૩.૫૪ લાખ લિટર ઇંધણની થશે બચત.
- રોડ ટ્રાન્સપોર્ટમાં ૩૫ ટકાનો ઘટાડો થશે