આમચી મુંબઈ

ફિલ્મ ‘છાવા’ ઓનલાઇન લીક: વધુ એક આરોપીની નાશિકથી ધરપકડ

મુંબઈ: મરાઠા રાજા છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત ફિલ્મ ‘છાવા’ ઓનલાઇન લીક કરવા બદલ સાઉથ સાયબર પોલીસે પુણેથી 26 વર્ષના યુવકને પકડી પાડ્યા બાદ વધુ એક આરોપીની નાશિકથી ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ વિવેક સ્નેહલ ધુમાળ તરીકે થઇ હતી, જે નાશિકમાં દત્તા મેટ્રિક કંપની કોલોનીનો રહેવાસી છે.

સાઉથ સાયબર પોલીસે આ અગાઉ પુણેના દૌંડના રહેવાસી સાગર રાઘવનની ધરપકડ કરી હતી, જેણે હોસ્ટિંગર પાસેથી ડોમેઇન ખરીદ્યું હતું. સાગરે એક ઍપ ડાઉનલોડ કરી હતી અને તેના થકી તેણે છાવા ફિલ્મ સહિત નવી રિલીઝ થયેલી ફિલ્મો અપલોડ કરી હતી.

આપણ વાંચો: ક્લાઈમેક્સની કમાલઃ વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ને મળેલી અણધારી, પણ ફાંકડી સફળતામાં અનપેક્ષિત ક્લાઇમેક્સનું વિશેષ યોગદાન

તપાસ દરમિયાન નાશિકના વિવેક ધુમાળનું નામ સામે આવ્યા બાદ તેને શુખ્રવારે પકડી પાડવામાં આવ્યો હતો. ધુમાળે છાવા ફિલ્મ અપલોડ કરવા માટે હોસ્ટિંગર પાસેથી ડોમેઇન ખરીદ્યું હતું. તે છાવા સાથે અન્ય નવી રિલીઝ થયેલી ફિલ્મો પણ સ્ટ્રીમ કરતો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે મેડોક ફિલ્મ્સ પ્રા. લિ. દ્વારા નિયુક્ત એન્ટિ-પાયરસી એજન્સી ઓગસ્ટ એન્ટરટેઇનમેન્ટ પ્રા. લિ.ના સીઇઓ રજત હકસરની ફરિયાદને આધારે સાઉથ સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આપણ વાંચો: નાગપુર હિંસા પૂર્વયોજિત લાગે છે, ‘છાવા’ ફિલ્મે લોકોની ભાવનાઓને ફરી ભડકાવી: ફડણવીસ…

ફરિયાદમાં આરોપ કરાયો હતો હતું કે 14 ફેબ્રુઆરીથી 20 માર્ચ દરમિયાન અજાણી વ્યક્તિ દ્વારા ફિલ્મ છાવાની ગેરકાયદે 1818 પાઇરેટેડ લિંક ડિસ્ટ્રિબ્યુટ કરાઇ હતી. આ લિંક વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરાઇ હતી.

આ કૃત્યને કારણે કોપીરાઇટ કાયદાનો ગંભીર ભંગ તો થયો હતો, પણ સાથેસાથે મેડોક ફિલ્મ્સ તેમ જ ઓગસ્ટ એન્ટરટેઇનમેન્ટને નોંધપાત્ર નાણાકીય ખોટ ગઇ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button