શાળામાં પાંચમા ધોરણની વિદ્યાર્થિનીની મારપીટ: શિક્ષિકા સામે ગુનો

મુંબઈ: શાળામાં પાંચમા ધોરણમાં ભણતી 11 વર્ષની વિદ્યાર્થિનીની મારપીટ કરવા બદલ શિક્ષિકા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ચેમ્બુર વિસ્તારમાં આવેલી શાળામાં 21 માર્ચે આ ઘટના બની હતી, જેમાં શિક્ષિકાએ વિદ્યાર્થિનીના હાથ, પીઠ અને કમર પર છડીથી ઘણી વાર માર માર્યો હતો, જેને કારણે તેને ઇજા પહોંચી હતી, એમ વિદ્યાર્થિનીના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું.
ક્લાસરૂમમાં વિદ્યાર્થિની વાત કરી રહી હોવાથી તેને શિક્ષા આપવામાં આવી હોવાનો દારો શિક્ષિકાએ કર્યો હતો, જ્યારે ફરિયાદમાં જણાવાયું હતું કે તે માત્ર પાછળ જોઇ રહી હતી.
આપણ વાંચો: વિરારમાં કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થિનીની જાતીય સતામણી:
આ ઘટના બાદ નોંધાવાયેલી ફરિયાદને આધારે પોલીસે શિક્ષિકા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)