આમચી મુંબઈમહારાષ્ટ્ર
કુર્લામાં લાકડાની વખારમાં ભીષણ આગ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કુર્લા (પશ્ર્ચિમ)માં લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ (એલ.બી.એસ) પર આવેલી લાકડાની વખારમાં સોમવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે આગમાં લાકડાની પાંચથી છ વખાર બળીને ખાખ થઈ ગઈ હતી.
એલ.બી.એસ માર્ગ પર પર કુર્લા ગાર્ડન પરિસરમાં આવેલી લાકડાની વખારમાં સોમવારે બપોરના ૨.૧૫ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. વખારમાં કામ કરનારા કર્મચારીઓ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મોટી માત્રામાં રહેલા લાકડાને કારણે આગ વધુ માત્રામાં ફેલાઈ ગઈ હતી.
આગની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે ફાયરબ્રિગેડ પહોંચે તે અગાઉ જ આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગમાં પાંચથી છ વખાર બળીને ખાખ થઈ ગઈ હતી.