આમચી મુંબઈમહારાષ્ટ્ર
ડોંબિવલીમાં પિતા-પુત્રી ખાડીમાં તણાયાં: શોધ શરૂ

થાણે: ડોંબિવલીમાં 40 વર્ષનો શખસ અને તેની દોઢ વર્ષની પુત્રી ખાડીમાં તણાઇ ગયાં હતાં અને પોલીસ તથા અગ્નિશમન દળ દ્વારા તેમની શોધ ચલાવાઇ હતી.
અનિલ સુરવદે (40) તેની પુત્રી સાથે બપોરે ડોંબિવલીના રાજુનગર ખાતે ખાડીકિનારે ગયો હતો. ખાડીકિનારે પુત્રી રમી રહી હતી ત્યારે તે લપસીને પાણીમાં પડી હતી અને ડૂબવા લાગી હતી. તેને બચાવવા માટે અનિલે પણ પાણીમાં ઝંપલાવ્યું હતું અને બાદમાં બંને ગુમ થયાં હતાં, એમ કલ્યાણ-ડોબિંવલી પાલિકાના અધિકારીએ કહ્યું હતું.
દરમિયાન સ્થાનિકોએ આની જાણ કરતાં પોલીસ ટીમ અને અગ્નિશમન દળના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પિતા-પુત્રીની શોધ ચલાવી હતી. (પીટીઆઇ)