ફોટા પાડવા કરતાં ખેતી કરવી સારી: શિંદેએ કોના પર તાક્યું નિશાન

મુંબઈ: લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવ્યા પછી મહારાષ્ટ્રમાં સત્તાધારી પાર્ટી સાથે વિરોધી પાર્ટીના ઉમેદવારો પણ સત્તામાં આવવા માટે હોડમાં છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી.
શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે ઉપર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તેમ જ શિવસેનાના અધ્યક્ષ એકનાથ શિંદેએ ગુરુવારે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ઉદ્ધવ ઠાકરેએ ખેતી કરતા ફોટા શેર કરીને તેમના ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે હેલિકોપ્ટરમાં પ્રવાસ કરી ખેતરમાં ખેતી કરવી તે ફક્ત ફોટા પાડવા કરતાં વધુ સારું છે.
આપણ વાંચો: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો ડ્રીમ પ્રોજેક્ટ પણ પાલિકામાં ફસાયો
તેમણે કહ્યું હતું કે મારા ઉપર હેલિકોપ્ટરમાં પ્રવાસ કરવા બદલ ટીકા કરવામાં આવતી હોય છે. પરંતુ હેલિકોપ્ટરમાં પ્રવાસ કરીને ખેતરમાં ખેતી કરું છું તે બદલ લોકો મારી ટીકા કરે છે. મારું કહેવું છે કે એક ખેડૂતનો દીકરો મુખ્ય પ્રધાન બની જાય તેમાં લોકોને શું સમસ્યા છે? હેલિકોપ્ટરમાં પ્રવાસ કરીને ખેતી કરવી તે ફક્ત ફોટોગ્રાફી કરવા કરતાં અનેકગણું સારું છે.
હિંગોલીમાં પોતાના પક્ષના ઉમેદવાર બાબુરાવ કદમ માટે પ્રચાર કરવા માટે પહોંચેલા શિંદેએ પોતાના પર હેલિકોપ્ટરમાં પ્રવાસ કરવા બદલ કરવામાં આવતા પ્રહારનો જવાબ આપતા ઉક્ત નિવેદન આપ્યું હતું. તેમણે ખેડૂતોની ભાવના વ્યક્ત કરતા કહ્યું હતું કે જ્યારે હું ખેતી કરુ છું ત્યારે મારા હાથ ધરતીને અડે છે અને હું તેની સાથે જોડાઇ જાવ છું.