ફડણવીસના જીવને જોખમ: સલામતી વધારવામાં આવી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમહારાષ્ટ્ર

ફડણવીસના જીવને જોખમ: સલામતી વધારવામાં આવી

મુંબઈ: મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભાની ચૂંટણીને કારણે રાજકીય વાતાવરણ ગરમ થયું છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સુરક્ષા અચાનક વધારવામાં આવી છે. ગુપ્તચર વિભાગની સૂચના અનુસાર તેમના જીવને જોખમ હોવાનું કહેવાય છે. આથી તેમના નિવાસસ્થાને વધારાના સુરક્ષારક્ષકો અને કમાન્ડોને તહેનાત કરવામાં આવ્યા છે.

ગુપ્તચર વિભાગની સૂચના બાદ ફડણવીસની સુરક્ષા વધારવામાં આવી છે. આથી હાલ તેમના બંગલો ખાતે વિશેષ ફોર્સના કમાન્ડોને તહેનાત કરાયા છે.

આપણ વાંચો: બળવાખોરો ભાજપના હિતમાં કામ કરવા માટે રાજી થશે, તેઓ અમારા જ છે: દેવેન્દ્ર ફડણવીસ

પ્રાપ્ત માહિતી અનુસાર એસઆઇડીએ આપેલા ગુપ્ત રિપોર્ટ અનુસાર ફડણવીસના જીવને જોખમ હોવાથી તેમની સુરક્ષામાં વધારો કરાયો હોવાનું સામે આવ્યું છે. ફડણવીસના નિવાસસ્થાને વિશેષ ફોર્સના 12 સશસ્ત્ર કમાન્ડોને તહેનાત કરવામાં આવ્યા છે.

ફડણવીસને ઝેડ પ્લસ સિક્યુરિટી છે, પણ ગુપ્તચર વિભાગની સૂચના બાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Back to top button