આમચી મુંબઈમહારાષ્ટ્ર

એક જ દિવસમાં ૨,૦૮૦ ઉંદરોનો ખાતમો!

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
એક જ દિવસની અંદર દાદર, માહિમ અને ધારાવીમાંથી ૨,૦૮૦ ઉંદરોનો મારવામાં મુંબઈ મહાનગરપાલિકાના પેસ્ટ કંટ્રોલ વિભાગને સફળતા મળી છે. ઉંદરોના વધતા ત્રાસ સામે પાલિકાએ આ વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં અત્યાર સુધીમાં એક દિવસમાં ઉંદર મારવાનો આ રેકોર્ડ કહેવાય છે.

પરિસર સ્વચ્છ રહે અને બીમારીઓ ફેલાય નહીં તે માટે નિયમિત સ્તરે પાલિકા દ્વારા ઉંદરોના નિયંત્રણ માટે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. નાગરિકો પાસેથી આવેલી ફરિયાદ મુજબ ઘરમાં ઉંદર પકડવાના પાંજરા લગાવીને અથવા ઘરની બહાર પરિસરમાં ઉંદરના દરમાં ગોળીઓ મૂકીને ઉંદરને નિયંત્રણમાં લાવવાની કાર્યવાહી નિયમિત સ્તરે કરવામાં આવતી હોય છે, જે હેઠળ ગુરુવાર, ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૪ના ‘જી-ઉત્તર’ વોર્ડના દાદર, માહિમ, ધારાવી પરિસરમાં મૂષક નિયંત્રણ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતગર્ત કુલ ૯,૦૬૫ દરમાં ઝિંક ફૉસ્ફાઈડ અને સેલફૉસ અને પંચાવન કિલો ઘઉંના લોટના મિશ્રણ રહેલી ગોળીઓ નાખવામાં આવી હતી.

ત્યારબાદ બીજા દિવસે ૨,૦૮૦ મૃત ઉંદર ભેગા કરવામાં આવ્યા હતા. દાદર, માહિમ અને ધારાવીમાં આ પ્રકારે ચાર વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં પહેલી વખત એક વખતમાં આટલા બધા ઉંદરોનો ખાતમો બોલાવવામાં સફળતા મળી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button