આમચી મુંબઈમહારાષ્ટ્ર

પહેલાથી આઠમાં ધોરણના વિદ્યાર્થીઓને પણ કરાશે નાપાસ

પરીક્ષા વિના આગલા ધોરણમાં મોકલવાના નિયમમાં બદલાવ કરાયો

મુંબઈ: સરકાર દ્વારા પહેલાથી આઠમાં ધોરણમાં ભણતા દરેક વિદ્યાર્થીઓને ફરજિયાત પાસ કરીને આગલા ધોરણમાં મોકલવાના નિર્ણયમાં હવે મોટો બદલાવ કરવામાં આવ્યો છે. આ બદલાવમાં પહેલાથી આઠમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને પણ હવે નાપાસ કરી તેમને ફરીથી પરીક્ષા અપાવીને જ આગળના ધોરણમાં મોકલાવવામાં આવવાના છે.

2009માં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળે તે માટે આરટીઇ કાયદો લાદવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ પહેલાથી આઠમાં ધોરણમાં ભણતા દરેક વિદ્યાર્થીને પરીક્ષા લેવામાં આવતી હતી, પણ તેમાં વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવતા નહોતા અને દરેક વિદ્યાર્થીને આગળના વર્ગમાં પ્રવેશ આપવામાં આવતો હતો.

જોકે હવે પ્રશાસન દ્વારા આ નિયમોમાં બદલાવ કરતાં વિદ્યાર્થીઓના પરીક્ષાના માર્ક અને પરિણામને આધારે તેમને પાસ કે નાપાસ કરવામાં આવવાના છે.

આપણ વાંચો: US માં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અંગેની ચિંતા પર રાજદૂત ગારસેટ્ટી બોલ્યા કે….

આરટીઇ નિયમમાં કરવામાં આવેલા ફેરફાર બાબતે એક અધિકારીએ કહ્યું હતું કે આ નિયમને લાગુ કર્યા બાદ જો વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થશે તો તેમની જૂન મહિનામાં ફરી પરીક્ષા લેવામાં આવશે અને પાંચમાંથી આઠમાં ધોરણમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓની એપ્રિલ મહિનામાં પરીક્ષા લઈને આગળની પ્રક્રિયા કરવામાં આવશે. આ બીજી પરીક્ષામાં પણ જો વિદ્યાર્થીઓ નાપાસ થશે તો તેમને ફરી તે જ ધોરણમાં રાખવામાં આવશે, એવું અધિકારીએ કહ્યું હતું.

પ્રશાસનના આ નિર્ણયને લીધે વિદ્યાર્થીમાં પરીક્ષામાં સારું પરિણામ લાવવાનો ભય ઓછો થઈ ગયો હતો. પરીક્ષામાં સારા કે ખરાબ માર્ક લાવનાર પહેલાથી આઠમા ધોરણના દરેક વિદ્યાર્થીને પાસ કરવામાં આવતા પણ હવે તેવું ન કરતાં માત્ર પાસ થયેલા વિદ્યાર્થીઓને જ આગળના ધોરણમાં મોકલવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ પરીક્ષાને ગંભીરતાથી લઈને પોતાના ભણતરમાં વધુ ધ્યાન આપશે જેને લીધે તેમનો વિકાસ થશે, એવું એક અધિકારીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button