આમચી મુંબઈમહારાષ્ટ્ર

ચૂંટણી પંચે અજિત પવારને આપ્યો ઝટકોઃ એ એડને મંજૂરી આપી નહીં…

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોના વીડિયો અને ચૂંટણી પ્રચારની ચર્ચામાં છે ત્યારે રાજકીય પક્ષો પોતાના વિરોધી પક્ષો પર નિશાન સાધવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે એનસીપીની એડને અટકાવીને અજિત પવારની મુશ્કેલી વધારી છે.

નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)એ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણીની જાહેરાત તૈયાર કરી હતી. આ જાહેરાત ટીવી માટે બનાવવા આવી હતી અને તેનું શીર્ષક ‘આતા ઘડિયાલચે બતાલ દબનાર, સર્વાન્ના સાંગનાર’ હતું. હવે મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી કાર્યાલય દ્વારા આ જાહેરાતને ફગાવી દેવામાં આવી છે.

મુખ્ય ચૂંટણી કાર્યાલયે જાહેરાતમાં કેટલીક બાબતો સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેને મંજૂરી આપ્યા પહેલા એને હટાવવા જણાવ્યું છે. આ ઉપરાંત, મુખ્ય ચૂંટણી પંચના કાર્યાલયે અજિત પવારની એનસીપીને ટીવી પરથી જાહેરાત હટાવવાનો આદેશ આપ્યો છે તેમ જ અમુક મંતવ્યો પણ આપ્યા છે. એનસીપીને ભારતીય ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર સ્ટેટ લેવલ સર્ટિફિકેશન કમિટીને મંજૂરી માટે જાહેરાતને મોકલવામાં આવી હતી.

આપણ વાંચો: આખરે અજિત પવાર કરવા શું માગે છે? મોદીની છેલ્લી રેલીમાં એનસીપીના નેતાઓ ગેરહાજર

વીડિયોમાં પત્નીએ પતિને ધમકી આપી હતી…

એનસીપીએ ચૂંટણીના પ્રચાર માટે પોતાની એક એડમાં પ્રી-સર્ટિફિકેશન આપવા માટે અરજી કરી હતી. ચૂંટણી પંચે વીડિયોના અમુક ભાગ સામે વાંધો ઉઠાવ્યો હતો, જેમાં એક મહિલા તેના પતિને કટાક્ષમાં કહે છે કે હવે તમે એનસીપીને જ મત આપશો નહીં તો હું તમને રાત્રે જમવાનું નહીં આપું. જોકે, ચૂંટણી પંચે આ ભાગ પર વાંધો ઊઠાવ્યો છે અને કહ્યું છે કે કોઈ ચોક્કસ પાર્ટીને વોટ નહીં આપવા કોઈને ખાવાની ના પાડી શકે નહીં.

ચૂંટણી પંચે આ જાહેરાતના ડાયલોગને ‘પત્નીને પતિની ધમકી’ તરીકે ગણ્યો છે. ચૂંટણી પંચે એનસીપીને તેના વીડિયોમાંથી તે ભાગ હટાવવા માટે કહ્યું છે, ત્યાર બાદ જ તેને રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવશે. મહારાષ્ટ્રમાં રાજકીય પક્ષો તેમના વિરોધીઓ પર હુમલો કરવા માટે પ્રચાર જાહેરાતો બહાર પાડી રહ્યા છે, જે હેડલાઇન્સ બની રહી છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર માટે હવે એક જ દિવસ બાકી રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button