Mumbai સહિત મહારાષ્ટ્રમાંથી ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવવાનો Eknath Shindeનો આદેશ

મુંબઈ: 17 જણનો ભોગ લેનારી ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટનાએ મુંબઈ ઉપરાંત આખા દેશમાં ચર્ચા જગાવી છે ત્યારે ગેરકાયદે હોર્ડિંગ વિરુદ્ધ શહેર (Remove all illegal hoardings in Mumbai)માં ઠેર ઠેર કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Maharashtra Chief Minister Eknath Shinde)એ પણ મુંબઈ જ નહીં, આખા મહારાષ્ટ્રમાં ગેરકાયદે લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ પર કાર્યવાહી કરવાનો આદેશ અધિકારીઓને આપ્યો છે.
શિંદેએ અધિકારીઓને સૂચના આપતા મુંબઈ ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં ગેરકાયદે હોર્ડિંગ કાઢવાની તેમ જ તેના કારણે દુર્ઘટના થઇ હોય તો જવાબદાર વ્યક્તિઓ પર કાર્યવાહી કરી કેસ નોંધવાનો નિર્દેશ પણ શિંદેએ આપ્યો હતો.
આ ઉપરાંત કાયદેસર અને યોગ્ય પરવાનગી લઇ લગાવવામાં હોર્ડિંગ્સનું પણ સ્ટ્રક્ચરલ ઑડિટ કરવાની સૂચના અધિકારીઓને આપી હતી. મુંબઈમાં ચોમાસાની તૈયારીનો તકાજો લેવા માટે મુંબઈ મહાપાલિકાના મુખ્યાલય પહોંચેલા શિંદેએ પત્રકારો સાથે વાતચીત કરતા આ જાણકારી આપી હતી.
આ પ્રકારની દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય અને લોકો પોતાનો જીવ ન ગુમાવે એ માટે જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. ઓવરસાઇઝ્ડ એટલે કે મંજૂર સાઇઝ કરતાં વધુના હોર્ડિંગ અને ગેરકાયદે હોર્ડિંગ હટાવવાની સૂચના આપવા ઉપરાંત આ પ્રકારે હોર્ડિંગ લગાવનારાઓ વિરદ્ધ એફઆઇઆર નોંધવાનું પણ અધિકારીઓને જણાવવામાં આવ્યું હોવાનું શિંદેએ જણાવ્યું હતું.