શપથવિધિ બાદ શિંદે-શાહની મુલાકાત? રાજકીય દબદબો હેમખેમ રાખવાનો પ્રયાસ: સૂત્ર
મુંબઈ: આજે ભારે મુશ્કેલીઓ બાદ હવે મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન પદના શપથ લેવાય રહ્યા છે. જેમાં નાયબ મુખ્ય પ્રધાન પદ સ્વીકારવા અને શપથ લેવા માટે છેલ્લી ઘડીએ એકનાથ શિંદે હકાર ભણ્યો છે. પરંતુ પોતાનો રાજકીય દાબ બન્યો રહે તે માટે શિંદે તસુભાર પણ ઓછું આણે તેમ લાગી રહ્યું નથી. એવા અહેવાલ મળી રહ્યા છે કે શપથ સમારોહ બાદ તુરંત જ તેઓ ગૃહ પ્રધાન અમિત શાહને મળશે. આ બેઠકમાં એકનાથ શિંદે માંગ તેમના માટે ગૃહ મંત્રાલયની માંગ કરે તેવી અટકળો ચાલી રહી છે.
શિંદે શું કરશે માંગ?
મહાયુતિની જીત બાદ શપથવિધિ માટે માંડ માંડ મેળ થઈ ચૂક્યા છે, મુખ્ય પ્રધાન નામની જાહેરાત પણ શપથવિધિના આગલા દિવસે કરવામાં આવી હતી. હજુ સુધી મંત્રીઓની સંખ્યા કે નામને લઈને મહાયુતિની પાર્ટીઓ વચ્ચે કોઈ ડીલ થઈ શકી નથી. આ ઉપરાંત મંત્રાલયોની ફાળવણીને લઈને પણ ખેંચતાણ ચાલી રહી છે.
આપણ વાંચો: શિવસેનાના વિધાન સભ્યોએ શિંદેને નાયબ મુખ્ય પ્રધાન પદ લેવા સમજાવ્યા
એક તરફ શિંદે સેના ગૃહ મંત્રાલય માટે દાવો કરી રહી છે તો બીજી તરફ અજિત પવારની પાર્ટી નાણાં મંત્રાલય માટે જોરદાર પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં, મહાયુતિ માટે સર્વે ઘટક પક્ષને સંતોષ આપીને સાથોસાથ દબદબો પણ જળવાઈ રહે તે માટે ભારે ખેંચતાણ ચાલી રહી છે. જેમાં અંતિમ પ્રયાસ તરીકે એકનાથ શિંદેએ હવે અમિત શાહને મળવાની તૈયારી કરી લીધી છે. એ
શાહે આપ્યો હતો શિંદેને આંચકો
જો કે અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે અમિત શાહ સાથેની એક મુલાકાતમાં એકનાથ શિંદેને આંચકો લાગી ચૂક્યો છે. જ્યારે તેઓ દિલ્હી આવ્યા ત્યારે તેઓએ અમિત શાહને મળ્યા અને લગભગ 6 મહિના પહેલાથી જ તેમણે સીએમ બનાવવાની માંગ કરી હતી.
જો કે ત્યારે આ વાતને અમિત શાહે સંપૂર્ણપણે નકારી કાઢી હતી અને સીધો જવાબ આપતાં કહ્યું હતું કે જો તમને બહુમતી મળી હોત તો શું તમે ભાજપને મુખ્ય પ્રધાન પદ આપવાના હતા? આ જવાબથી એકનાથ શિંદે ચૂપ થઈ રહ્યા હતા.
મંત્રાલયોની ફાળવણી પહેલા છેલ્લો પ્રયાસ
તેમ છતાં, શિંદે હવે મંત્રાલયોની ફાળવણીની પહેલા જ એક છેલ્લો પ્રયાસ કરી લેવા માંગે છે. મહારાષ્ટ્ર સરકારની રચનામાં અમિત શાહે મહત્વની ભૂમિકા ભજવી છે. એટલું જ નહીં ચૂંટણીમાં પણ તેમની ભૂમિકા મહત્વની રહી હતી. ભૂપેન્દ્ર યાદવ કે જેઓ તેમના નજીકના કહેવાય છે તેઓ ચૂંટણીના પ્રભારી હતા અને તેમની સાથે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પણ જવાબદારી સોંપવામાં આવી હતી.