આમચી મુંબઈમહારાષ્ટ્ર

CM એકનાથ શિંદેને હવે શરદ પવારે કરી નાખી મોટી અપીલ

મુંબઈ: એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે આજે જણાવ્યું હતું કે તેમણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મરાઠાઓ અને અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના સમુદાયો વચ્ચેના આરક્ષણને લઈને થયેલા વિવાદ પર ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે. પત્રકારો સાથે વાત કરતા પવારે કહ્યું કે રાજ્યના સામાજિક માળખામાં એકતા રહે અને સમુદાયો વચ્ચે કડવાશ ન જન્મે તે માટે પગલાં લેવા જોઈએ.

તેમણે મરાઠા ક્રાંતિ ઠોક મોરચાના કાર્યકર રમેશ કેરે પાટીલ આરક્ષણને મુદ્દે તેમનું વલણ જાણવા માટે પુણેમાં તેમના નિવાસસ્થાને જઈને મળ્યા પછી પવારે મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે તેમણે તાજેતરમાં મુખ્ય પ્રધાન સાથે બેઠક કરી હતી અને આરક્ષણના વિવાદ પર ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવાનું સૂચન કર્યું હતું.

મેં એવું સૂચન કર્યું છે કે તેમણે (આરક્ષણ) મુદ્દાનો ઉકેલ શોધવા માટે સર્વપક્ષી બેઠક બોલાવવી જોઈએ. તેમણે યોગ્ય લાગે તેવા નેતાઓને આમંત્રિત કરવા જોઈએ અને અમે વિપક્ષ તરીકે પણ હાજરી આપીશું અને બધી જ રીતે સહકાર આપીશું, એમ તેમણે કહ્યું હતું.

પવારે કહ્યું હતું કે શિંદેએ કાર્યકર્તા મનોજ જરાંગેને પણ આ બેઠકમાં આમંત્રણ આપવું જોઈએ જેમણે રાજ્યમાં મરાઠા ક્વોટા આંદોલનનું નેતૃત્વ કર્યું છે અને રાજ્યના પ્રધાન છગન ભુજબળ જેવા ઓબીસી નેતાઓને આમંત્રણ આપવું જોઈએ.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ તેજ, શરદ પવારે એકનાથ શિંદે સાથે મુલાકાત કરી, શું છે તેનો અર્થ?

તેમણે એ બાબત પ્રત્યે ધ્યાન દોર્યું હતું કે સુપ્રીમ કોર્ટે પહેલેથી જ નક્કી કર્યું છે કે અનામત આપતી વખતે 50 ટકા અનામતની મર્યાદાનો ભંગ કરી શકાતો નથી અને તે મુજબ નીતિનો મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી કેન્દ્રની છે. કેન્દ્રની નીતિ બદલવાની જરૂર છે અને જો તેઓ આગેવાની લેશે તો વિપક્ષ સહકાર આપશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

એનસીપી (એસપી) એ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) ના વડા રાજ ઠાકરેની રાજ્યમાં અણબનાવ અને જાતિ આધારિત મતભેદો પેદા કરવાનો આરોપ લગાવવા બદલ ટીકા કરી હતી અને પ્રશ્ર્ન કર્યો કે શા માટે તેમનું નામ કોઈ કારણ વગર આ મુદ્દામાં ખેંચવામાં આવ્યું હતું.

તેમણે પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી અનિલ દેશમુખ સામે નિવૃત્ત આઈપીએસ અધિકારી પરમબીર સિંહના આરોપોને ‘બેજવાબદાર’ ગણાવ્યા હતા. તેમનું (સિંઘ) વર્તન અયોગ્ય હોવાથી તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું.

લોકસભામાં રજૂ કરાયેલા વકફ (સુધારા) બિલ અંગે પવારે જણાવ્યું હતું કે ડ્રાફ્ટ બિલની સમીક્ષા કરવા માટે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે અને તે છ મહિનામાં તેનો અહેવાલ સુપરત કરશે.
(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker