શિંદે ઓર્ગેનિક, યાંત્રિક ખેતી તરફ વળવા પર ભાર મૂક્યો

થાણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અધિકારીઓને ખેડૂતોને ઉત્થાન આપવા માટે નક્કર પ્રયાસો કરવા વિનંતી કરી હતી અને ઓર્ગેનિક અને યાંત્રિક ખેતી તરફ વળવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
થાણેના પાલક પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે જિલ્લા સ્તરીય ખરીફ મોસમ પહેલાં સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી.
‘ખેડૂતોને જૂથ, ઓર્ગેનિક અને યાંત્રિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ, અને આ ખેડૂતોને યોજનાઓનો મહત્તમ લાભ આપવો જોઈએ,’ એમ શિંદેએ કહ્યું હતું.
આપણ વાંચો: ગુજરાતમાં ખેડૂતો માટે કામના સમાચાર, જો નહીં કરાવો આ કામ તો પીએમ કિસાન યોજનાનો અટકી જશે ૨૦ મો હપ્તો…
તેમણે વિવિધ પાકોને પ્રોત્સાહન આપવા સહિત બહુઆયામી અભિગમ અપનાવવાની હાકલ કરી અને અધિકારીઓને ચોમાસા પહેલા જળાશયો પરના કામો પૂર્ણ થાય તે સુનિશ્ર્ચિત કરવા નિર્દેશ આપ્યો.
તેમણે કહ્યું હતું કે, ખેડૂતોને ગુણવત્તાયુક્ત બીજ અને ખાતરો સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવે અને તેમને જમીનની રચના સુધારવા માટે જરૂરી તાલીમ આપવામાં આવે.
શિંદેએ નોંધ્યું હતું કે ફળ પાક વીમા યોજના અને મુખ્ય પ્રધાનની ટકાઉ કૃષિ યોજના જેવી પહેલોને વ્યાપક પ્રચારની જરૂર છે.
તેમણે 100 ટકા ખરીફ લોન વિતરણ અને સમયસર એગ્રીસ્ટેક નોંધણી પર પણ ભાર મૂક્યો જેથી કોઈ પણ પાત્ર ખેડૂત ‘પીએમ કિસાન યોજના’ના લાભથી વંચિત ન રહે.