આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઇન્વેસ્ટ ઇન મહારાષ્ટ્ર: 81,000 કરોડનું રોકાણ, 20 હજાર નોકરીઓ થશે ઉપલબ્ધ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રમાં વધુને વધુ રોકાણ થાય અને તેના કારણે રોજગારની નવી તકો ઊભી થાય એ માટે મહાયુતિની સરકારે સાત અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રકલ્પોને મંજૂરી આપી હતી. સોમવારે સહ્યાદ્રી ગેસ્ટ હાઉઝ ખાતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવેલી ઉદ્યોગ વિભાગના પ્રધાનમંડળની ઉપસમિતીમાં આ પ્રકલ્પોને મંજૂરી આપવામાં આવી હતી.

મંજૂરી આપવામાં આવેલા પ્રોજેક્ટમાં એડ્વાન્સ ટેક્નોલોજી આધારિત લિથિયમ બેટરીના નિમાણ, ઇલેક્ટ્રિક વ્હિકલ, સેમીકંડક્ટર ચીપ, ફ્રુટ-પલ્પના નિર્માણના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટના કારણે કોંકણ, મરાઠવાડા અને વિદર્ભ ક્ષેત્રમાં મોટાપાયે રોકાણ કરવામાં આવશે અને પ્રત્યક્ષ રોજગારની 20,000 તક ઊભી થશે.

આ પણ વાંચો: Assembly Election: રાજ ઠાકરે મહાયુતિ સાથે રહેવાનો શિંદે જૂથના વિધાનસભ્યને વિશ્વાસ

આ બેઠકમાં શિંદે ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, ઉદ્યોગ પ્રધાન ઉદય સામંત સહિતના પ્રધાનો ઉપરાંત સનદી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

આ તમામ પ્રોજેક્ટ નાગપુર, પુણે, નવી મુંબઈ, રાયગઢ, રત્નાગિરી સહિતના વિવિધ ક્ષેત્રમાં શરૂ કરવામાં આવશે. આ તમામ પ્રોજેક્ટ પાછળ લગભગ 81,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે અને તેના કારણે 20,000 જેટલી નોકરીઓ ઊભી થશે, જેના કારણે મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારમાં રહેતા યુવાનોને પણ રોજગારની તક મળી રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button