આવતીકાલે મહારાષ્ટ્રની આઠ બેઠક અને સાતમી મેના ત્રીજા તબક્કાનું મતદાન

મુંબઈ: લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પૂરું થયું છે, જ્યારે બીજા તબક્કાનું મતદાન આવતીકાલે આઠ બેઠક પર મતદાન કરવામાં આવશે, જ્યારે મહારાષ્ટ્રની સાતમી મેના દિવસે મહારાષ્ટ્રની 11 લોકસભા બેઠક પર લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થશે. રાજ્યના 2.09 મતદારો 258 ઉમેદવારનું ભાવિ નિશ્ચિત થશે. ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ 22 એપ્રિલ હતી.
આવતીકાલે બુલઢાણા, અકોલા, અમરાવતી, વર્ધા, યવતમાળ-વાસીમ, હિંગોલી, નાંદેડ અને પરભણીમાં મતદાન થશે. સાતમી મેના ત્રીજા તબક્કાના મતવિસ્તારમાં રાયગઢ, બારામતી, ઓસ્માનાબાદ, લાતુર, સોલાપુર, માઢા, સાંગલી, સતારા, રત્નાગિરી, સિંધુદુર્ગ, કોલ્હાપુરનો સમાવેશ થાય છે.
ચૂંટણી પંચના અહેવાલ અનુસાર રાયગઢ મતદારક્ષેત્રમાં 13 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે, જ્યારે બારામતીમાં 38, ઉસ્માનાબાદમાં 31, લાતુરમાં 28, સોલાપુરમાં 21, માઢામાં 32, સાંગલીમાં 20, સાતારામાં 16, રત્નાગીરી – સિંધુદુર્ગમાં 9, કોલ્હાપુરમાં 23 અને હાતકણંગલેમાં 27 ઉમેદવાર મુકાબલો કરી રહ્યા છે. મતદારની કુલ સંખ્યા 2.09,92,616 છે, જેમાં 1,07,64,741 પુરુષ, 1,02,26,946 મહિલા અને 929 તૃતીય પંથીનો સમાવેશ છે. 11 મતદાર ક્ષેત્રમાં કુલ 23,036 મતદાન કેન્દ્ર છે.
આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ રામટેકથી પીએમ મોદી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના કરશે શ્રીગણેશ
દરમિયાન ત્રીજા તબક્કાની આ ચૂંટણીમાં બારામતીમાં નણંદ સુપ્રિયા સુળે (એનસીપી – શરદચંદ્ર પવાર) અને ભાભી સુનેત્રા પવાર (અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપી)નો મુકાબલો સૌથી મહત્વનો અને ધ્યાન ખેંચનારો છે.
છત્રપતિ શિવાજી મહારાજના બે વંશજ (સાતારામાં ભાજપના ઉમેદવાર ઉદયનરાજે ભોસલે જ્યારે કોલ્હાપુરમાં કોંગ્રેસના ઉમેદવાર શાહુ છત્રપતિ) પણ ચૂંટણીના મેદાનમાં છે. કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે ભાજપના ઉમેદવાર તરીકે સિંધુદુર્ગ – રત્નાગીરીમાં ચૂંટણી લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં પહેલા તબક્કા દરમિયાન રામટેક, નાગપુર, ભંડારા-ગોંડિયા, ગઢચિરોલી-ચિમુર, ચંદ્રપુરમાં મતદાન કર્યું હતું.