આમચી મુંબઈ

ફડણવીસના નક્સલવાદ સંબંધી વક્તવ્યનો એડિટ કરાયેલો વીડિયો વાયરલ: 12 સામે ગુનો

મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના તાજેતરના નક્સલવાદ પરના ભાષણના વીડિયોને બદઈરાદા સાથે એડિટ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ અને શૅર કરવા બદલ સાયબર પોલીસે 12 સોશિયલ મીડિયા યુઝર્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

આ પ્રકરણે 30 વર્ષના ફરિયાદીએ મહારાષ્ટ્ર સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે જાહેર અશાંતિ ફેલાવતી ખોટી માહિતી, બદનક્ષી અને અન્ય ગુનાઓ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ફડણવીસે તાજેતરમાં વિધાનસભાના શિયાળુ સત્રમાં ભાષણ આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે નક્સલવાદીઓ બંધારણ અને લોકશાહીમાં માનતા નથી અને અલગ રાજ્ય નિર્માણ કરવા માગે છે.

આપણ વાંચો: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસે જ રહેશે ગૃહ ખાતું…

નક્સલવાદીઓને સંબોધીને જે વાત કહેવામાં આવી હતી તેમાંથી નક્સલવાદીનો ભાગ એડિટ કરીને વીડિયો એવી રીતે તૈયાર કરવામાં આવ્યો હતો કે મુખ્ય પ્રધાન એવું કહી રહ્યા છે કે તેઓ બંધારણ અને લોકશાહીમાં માનતો નથી, એવું અધિકારીએ જણાવ્યું હતું.

આ એડિટ કરાયેલો વીડિયો એક્સ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ પર વાયરલ થયો હતો.
આ વીડિયો ચોક્કસ સમાજની ભાવના દુભાવવા તેમ જ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડવાના ઉદ્દેશથી બનાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

ફરિયાદને આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. ઑરિજિનલ વીડિયો એડિટ કરીને વાયરલ કરનારાની પોલીસ શોધ ચલાવી રહી છે. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button