દેશના આ ટોચના ઉદ્યોગપતિને EDનું સમન્સ; જાણો શું છે કારણ…

મુંબઈ: ભારતના જાણીતા ઉદ્યોગપતિ અનીલ અંબાણીની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે. ગત અઠવાડિયે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ દિલ્હીથી માંડીને મુંબઈ સુધી રિલાયન્સ ગ્રુપ સાથે સંકળાયેલા 35 સ્થળોએ દરોડા પાડ્યા હતા.
હવે EDએ પુછપરછ માટે અનીલ અંબાણીને સમન્સ (ED summons Anil Ambani) પાઠવ્યું છે, તેમને 5 ઓગસ્ટના રોજ EDની ઓફીસમાં હાજર થાવ કહેવામાં આવ્યું છે.
અનીલ અંબાણી પર બેંકો સાથે હજારો કરોડ રૂપિયાનો લોન ફ્રોડ કરવાનો આરોપ છે. અહેવાલ મુજબ 5 ઓગસ્ટના રોજ તેમની બે કંપનીઓ, રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL) અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ (RCFL) સાથે જોડાયેલાલોન ફ્રોડ અને ફંડ ડાયવર્ઝન વિશે પૂછપરછ કરવામાં આવી શકે છે.

બેંક સાથે કરોડોનું કૌભાંડ:
યસ બેંક દ્વારા RHFL અને RCFL ને આપવામાં આવેલી બે લોન અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ બંને કેસમાં બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(CBI)એ યસ બેંકના ભૂતપૂર્વ ચેરમેન રાણા કપૂરને પણ આરોપી બનાવ્યા છે. ED અધિકારીએ આપેલી માહિતી મુજબ યસ બેંક દ્વારા અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓને આપવામાં આવેલી લોન મંજૂર કરવામાં ઘણા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું
એક અહેવાલ મુજબ RHFLએ લીધેલી કોર્પોરેટ લોન એક વર્ષમાં ધરખમ વધારો થયો હતો, નાણાકીય વર્ષ 2017-18 માં RHFLની લોન રૂ.3,742.60 કરોડ હતી જે નાણાંકીય વર્ષ 2018-19 માં વધીને ₹8,670.80 કરોડ તહી ગઈ, જે મુશ્કેલીમાંથી પસાર થઇ રહેલી કંપની માટે બેંક દ્વારા મંજુર કરવામાં આવેલી વધારાની લોન EDની તપાસ હેઠળ છે. EDને શંકા છે કે આ લોન મંજુર કરવા માટે લાંચ આપવામાં આવી હોઈ શકે છે.
અહેવાલ મુજબ અનીલ અંબાણીની અન્ય એક કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડે રૂ.14,000 કરોડથી વધુનો લોન ફ્રોડ કર્યો છે, તેની પણ તપાસ કારવા માં આવી રહી છે.
ફંડ ડાયવર્ઝનનો પણ આરોપ:
બેંક ફ્રોડ ઉપરાંત અનીલ અંબાણીની કંપનીઓ પર ફંડ ડાયવર્ઝનનો પણ આરોપ છે. અહેવાલ મુજબ સિક્યોરિટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા(SEBI) એ ED અને બે અન્ય કેન્દ્રીય તપાસ એજન્સીઓને રૂ. 10,000 કરોડના ફંડ ડાયવર્ઝન અંગેનો ઈન્વેસ્ટીગેશન રીપોર્ટ સોંપ્યો હતો. આરોપ મુજબ લોનની રકમ કથિત રીતે અન્ય કંપનીઓના ખાતામાં ડાયવર્ટ કરવામાં આવી હતી અને નિર્ધારિત હેતુ સિવાય અન્ય હેતુઓ માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે મની લોન્ડરિંગ હેઠળ આવે છે.
રિલાયન્સ ગ્રુપના એક પદાધિકારીએ દલીલ કહ્યું કે RCOM અને RHFL રિલાયન્સ ગ્રુપનો ભાગ નથી. અનિલ અંબાણી આ કંપનીઓના બોર્ડમાંથી રાજીનામું આપી ચુક્યા છે. ગ્રુપ પાસે પાસે હાલમાં ફક્ત રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને રિલાયન્સ પાવર લિમિટેડ એમ બે જ લિસ્ટેડ કંપનીઓ છે.
આ પણ વાંચો…Anil Ambani ના પુત્ર અનમોલને સેબીએ ફટકાર્યો 1 કરોડનો દંડ, જાણો સમગ્ર મામલો