કન્સ્ટ્રક્શન સાઇટ પર સૂતેલા મજૂરો પર ડમ્પર ફરી વળ્યું: એકનું મોત

થાણે: થાણે જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસવૅ પર ક્ધસ્ટ્રકશન સાઇટ પર સૂતેલા મજૂરો પર ડમ્પર ફરી વળતાં એકનું મોત થયું હતું, જ્યારે બે જણ ઘવાયા હતા.
કસારા વિસ્તારમાં વશાલા બ્રિજ નજીક રવિવારે રાતે 11.30 વાગ્યે આ અકસ્માત થયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
ક્ધસ્ટ્રકશન સાઇટ પર કામ કરનારા મજૂરો રાતે રસ્તાને કિનારે સૂઇ રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલું ડમ્પર તેમના પર ફરી વળ્યું હતું.
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા મજૂરની ઓળખ અશોક જાધવ (50) તરીકે થઇ હતી, જ્યારે તેનો 22 વર્ષનો પુત્ર અને મહિલાને ઇજા પહોંચી હતી.
દરમિયાન અકસ્માતની જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને મજૂરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલ્યો હતો. આ અકસ્માતમાં ઘવાયેલા બે જણને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.
પોલીસે આ પ્રકરણે ડમ્પરના ડ્રાઇવર વિરુદ્ધ ભારતીય દંડસંહિતા અને મોટર વેહિકલ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)