મહારાષ્ટ્રમાં ચૂંટણી આચાર સંહિતા પૂર્ણ થતા અહી જામી ભીડ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ચૂંટણી આચાર સંહિતા પૂર્ણ થતા અહી જામી ભીડ

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું આજે મતદાન થયું હતું. ભારતના ચૂંટણી પંચે ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મુંબઈ અને અન્ય શહેરોમાં શરાબના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. મતદાન પૂર્ણ થતાં જ શરાબની દુકાનો પર લોકો ઉમટ્યાં હતા.

મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી શરાબની દુકાનો બંધ હતી. 18 નવેમ્બરે સાંજે 6 વાગ્યાથી વેચાણ પર પ્રતિબંધ લાગ્યો હતો. જે આજે 20 નવેમ્બરે સાંજે 6 વાગ્યા સુધી હતો. 19 નવેમ્બરે આખો દિવસ શરાબની દુકાનો બંધ રહી હતી. આજે 6 વાગ્યા બાદ દુકાનો ખુલતાં જ લોકોની ભીડ ઉમટી હતી.

23 નવેમ્બરે શરાબની દુકાનો બંધ રહેશે કે નહીં?

આપણ વાંચો: ગળપાદર જેલમાં કેદીઓને શરાબ પહોંચાડનારા વધુ એક સિપાઈ સહીત ત્રણની ધરપકડ

મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટણી પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે. 23 નવેમ્બરે મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત તમામ જિલ્લામાં શરાબની દુકાનો બંધ રહેશે. સાંજે 6 વાગ્યા સુધી આ પ્રતિબંધ રહેશે. 23 નવેમ્બરે સાંજે 6 વાગ્યા બાદ શરાબનું વેચાણ કરી શકાશે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એક જ તબક્કામાં મતદાન

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થયું હતું. રાજ્યમાં 288 સીટ છે. મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલ સામે આવ્યા છે. જેમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિની જીતની ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે.

આપણ વાંચો: ગળપાદર જેલમાં દારૂની મહેફિલ માટે શરાબની બોટલ પહોંચાડનારા સિપાઈની ધરપકડ

Back to top button