દુબઈથી ડ્રગ્સ રેકેટ ચલાવતો મુસ્તફા ભારતમાં પ્રત્યાર્પણ: CBI અને મુંબઈ પોલીસની મોટી સફળતા

મુંબઈ/દુબઈઃ લાંબા સમયથી ફરાર અને વિદેશમાં રહીને ડ્રગ્સની દાણચોરી કરનાર માસ્ટરમાઈન્ડને આખરે મુંબઈ પોલીસે ઝડપી લીધો છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ડ્રગ્સની દાણચોરીના મુખ્ય આરોપી કુબ્બાવલા મુસ્તફાને દુબઈથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો છે.
સીબીઆઈ અને ઈન્ટરપોલ શોધમાં હતા
મુંબઈના કુર્લા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર નંબર 67/2024માં સિન્થેટિક ડ્રગ ફેક્ટરી ચલાવવાના કેસમાં તે ફરાર હતો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ). મુંબઈ પોલીસ અને ઇન્ટરપોલ તેને શોધી રહ્યા હતા.
આપણ વાંચો: Ahmedabad ક્રાઇમ બ્રાન્ચે વિદેશી રમકડાની આડમાં થતી ડ્રગ્સની દાણચોરી ઝડપી
મુંબઈ પોલીસની ચાર ટીમ મોકલી
સીબીઆઈ અને ઇન્ટરપોલ દ્વારા સંયુક્ત ઓપરેશન દ્વારા તેની યુએઈ (યુનાઈટેડ આરબ અમિરાત)માં ધરપકડ કરવામાં આવી હતી અને પછી આજે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. મુસ્તફાને લાવવા માટે મુંબઈ પોલીસની ચાર સભ્યની ટીમ મોકલવામાં આવી હતી.
ફેક્ટરીમાંથી 126 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
મુંબઈ પોલીસની વિનંતી પર સીબીઆઈએ 25 નવેમ્બર 2024ના રોજ ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. આ કેસમાં મુસ્તફા સાથે જોડાયેલી ફેક્ટરીમાંથી 126.14 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત 2.52 કરોડ રૂપિયા થતી હતી.
આપણ વાંચો: ડ્રગ્સની દાણચોરીના રેકેટનો પર્દાફાશઃ પંજાબમાંથી 30 અને કાશ્મીરમાંથી 6 કિલો હેરોઈન જપ્ત
ડ્રગ્સ દાણચોરી વિરુદ્ધ મોટી કાર્યવાહી
સીબીઆઈના ઇન્ટરનેશનલ પોલીસ કોઓપરેશન યુનિટ (આઈપીસીયુ)એ અબુ ધાબીના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) સાથે મળીને પ્રત્યાર્પણ પ્રક્રિયા હાથ ધરી હતી. આ કાર્યવાહીનો ડ્રગ માફિયાઓ સામે આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત પ્રભાવ પડશે તેવું માનવામાં આવે છે અને તેના દ્વારા મુંબઈમાં ડ્રગ્સ દાણચોરીના મૂળિયાં નાબૂદ કરવાના પ્રયાસ કરવામાં આવશે.