આમચી મુંબઈમહારાષ્ટ્ર

રત્નાગિરિના 50 મંદિરમાં ડ્રેસકોડ લાગુ

મુંબઈ: રાજાપુર તાલુકાના કશેળી ખાતેના શ્રી કનકાદિત્ય મંંદિર, આડીવરેના મહાકાલી મંદિર, રાજાપુરના વિઠ્ઠલરામ પંચાયતન મંદિર, રત્નાગિરિના સ્વયંભૂ શ્રી કાશી વિશ્ર્વેશ્ર્વર દેવસ્થાન સહિત રત્નાગિરિ જિલ્લાના 50 મંદિરોમાં ડ્રેસકોડ લાગુ કરવામાં આવ્યો છે.

આ ડ્રેસકોડમાં અંગપ્રદર્શન થતું હોય તેવા, ટુંકા અને અશોભનીય વસ્ત્રો ધારણ કરીને મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ડ્રેસકોડ બાબતે મંદિરની બહાર બોર્ડ મૂકવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર મંદિર મહાસંઘ દ્વારા આ બાબતની જાણકારી અખબારી યાદી બહાર પાડીને આપવામાં આવી છે.

મહારાષ્ટ્ર સરકારે 2020માં રાજ્યની બધી જ સરકારી કચેરીઓમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં દેશના અનેક મંદિરો, ગુરુદ્વારા, ચર્ચ, મસ્જિદો તેમ જ અન્ય પ્રાર્થના સ્થળો, ખાનગી સંસ્થાનો, સ્કૂલ-કોલેજો, અદાલતો, પોલીસ વગેરે દરેક સ્થળે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આ જ ધોરણે મંંદિરની પવિત્રતા, શિષ્ટાચાર અને સંસ્કૃતિનું જતન કરવા માટે મંદિર મહાસંઘ દ્વારા રત્નાગિરિ જિલ્લાના 11 સ્થળે બેઠકો કરવામાં આવી હતી અને આ બેઠકો બાદ આખરે 50 મંદિરોમાં ભારતીય સંસ્કૃતિ અનુરુપ ડ્રેસ કોડ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button