ડોંગરીમાં ગળું દબાવી યુવકની હત્યા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ડોંગરીમાં ગળું દબાવી યુવકની હત્યા

મુંબઈ: દક્ષિણ મુંબઈના ડોંગરી વિસ્તારમાં ગળું દબાવી યુવકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ અરફાત મેહબૂબ ખાન (26) તરીકે થઈ હતી. ખાનનો મૃતદેહ શુક્રવારની રાતે ડોંગરીના લિબર્ટી હાઉસ ગેટ નજીકથી મળી આવ્યો હતો. ખાનનો ભાઈ ગેટ પાસે પહોંચ્યો ત્યારે તેને મૃતદેહ નજરે પડ્યો હતો.

આ પણ વાંચો: આઈટી છોડીને પાણીપુરીનો ધંધો કરનારા પર પત્નિની હત્યાનો આક્ષેપ, દોઢ વર્ષનો છે દીકરો

બનાવની જાણ થતાં ડોંગરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી હતી. ખાનની ગરદન અને ગળા પર નિશાન હોવાથી ગળું દબાવી તેની હત્યા કરાઈ હોવાનું પ્રથમદર્શી જણાયું હતું.

આ પ્રકરણે પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. આરોપીની ઓળખ મેળવવા માટે પોલીસ ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી છે.
(પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button