બોલો ત્રણ દિવસમાં બેસ્ટની બસના પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો, કારણ શું? | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

બોલો ત્રણ દિવસમાં બેસ્ટની બસના પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો, કારણ શું?

મુંબઈઃ નાણાકીય કટોકટીમાંથી બહાર આવવા માટે બેસ્ટ પ્રશાસને ભાડામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ વધારાને કારણે આવકમાં તો વધારો થયો છે, પરંતુ મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું જોવા મળી રહ્યું છે.

બેસ્ટે નવમી મેથી ટિકિટના ભાવમાં વધારો લાગુ કર્યો છે, જેના કારણે મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો છે. નવમી મેના ૨૩,૧૭,૦૦૦ મુસાફરોએ મુસાફરી કરી હતી, જેના ૨,૯૩,૪૧,૦૦૦ રૂપિયા બેસ્ટના ખજાનામાં જમા થયા છે.

આપણ વાંચો: આજથી બેસ્ટ બસનાં ભાડાં ડબલ

છેલ્લા ૧૦ વર્ષથી નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા બેસ્ટ પ્રશાસને કટોકટી દૂર કરવા માટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી નાણાંની વિનંતી કરી હતી. ૨૦૧૬ થી આજ સુધીમાં બેસ્ટને ૧૧,૦૦૦ કરોડ રૂપિયાની સહાય મળી છે. તેમ છતાં બેસ્ટની નાણાકીય તંગી વધતાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને બેસ્ટને ટિકિટના ભાવમાં વધારો કરવાની મંજૂરી આપી છે.

હાલમાં, બસનું ભાડું પહેલા પાંચ કિમી માટે પાંચ રુપિયાને બદલે રૂ. ૧૦ છે, અને એર કન્ડિશન્ડ બસનું ભાડું પહેલા પાંચ કિમી માટે રૂ. ૬ ને બદલે રૂ. ૧૨ છે. દરમિયાન, પેસેન્જર એસોસિએશને એવો મત વ્યક્ત કર્યો હતો કે ભાડા વધારા બાદ, બેસ્ટને હવે મુસાફરોની સંખ્યા વધારવાના પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

Back to top button