આમચી મુંબઈમહારાષ્ટ્ર

Pilot HIV Poistive હોવાથી DGCA ઉડાન ભરવાની મનાઈઃ ટ્રેઇની પાઈલટે ભર્યું આ પગલું

મુંબઈઃ ડિરેક્ટોરેટ ઓફ સિવિલ એવિએશને યુએસ સ્થિત ભારતીય ટ્રેઇની પાઇલટને એચઆઇવી પોઝિટિવ હોવાના આધાર પર ઉડાન ભરવાનો ઇનકાર કર્યો છે. પાઈલોટે ડીજીસીએ (DGCA)ના નિર્ણયને હાઈ કોર્ટમાં પડકાર્યો છે.

યુવાન પાઇલટે અરજીમાં દલીલ કરી છે કે એચઆઇવી પોઝિટિવ હોવાને કારણે હું વારંવારના અથવા વધારાના તબીબી પરીક્ષણોમાંથી પસાર થવા માટે તૈયાર છું. પરંતુ, તબીબી રીતે ફિટ હોવા છતાં ભારતમાં તેના પ્રોફેશનલ પાઇલટ બનવાના તમામ રસ્તાઓ સૈદ્ધાંતિક રીતે તેને મુખ્ય પાઇલટ તરીકે ઉડાન ભરવાની મંજૂરી ન આપીને અને તેને માત્ર કો-પાઇલટની ભૂમિકા ભજવવા માટે કહીને બંધ કરી દેવામાં આવ્યા છે.

ઉપરાંત, પાઈલટે મુખ્ય પાઈલટ તરીકેની પરવાનગી નકારતા ડીજીસીએ ના આદેશને રદ કરવા અને તે એચઆઈવી-પોઝિટિવ છે તે હકીકતના પૂર્વગ્રહ વિના તેમના શારીરિક સ્વાસ્થ્યના આધારે તબીબી પરીક્ષણ કરાવવાના આદેશની માંગ કરી છે.

આ પણ વાંચો: ફ્લાઈટમાં વિલંબ અને મુસાફરોને હાલાકી મામલે એર ઈન્ડિયા પર તવાઈ, DGCAએ ફટકારી નોટિસ

પાઇલટની અરજી અનુસાર તેણે નવેમ્બર ૨૦૨૦માં સિવિલ કોમર્શિયલ પાઇલટ ડીજીસીએ પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. જુલાઈ ૨૦૨૧ માં તબીબી તપાસમાં તારણ આવ્યું હતું કે તે મુખ્ય પાઈલટ તરીકે સેવા આપવા માટે યોગ્ય છે. તેના પછી, ૮ ઓક્ટોબરે, તેણે પ્રથમ પ્રયાસમાં ડીજીસીએની ત્રણ પરીક્ષા પાસ કરી.

જોકે, ૧૪ ઓક્ટોબરે હોસ્પિટલમાં કરવામાં આવેલા મેડિકલ ટેસ્ટ દરમિયાન તેને એચઆઇવી હોવાની જાણ કરવામાં આવી હતી. બાદમાં, ૧૦ ડિસેમ્બરના રોજ, તેને કોમર્શિયલ પાઇલટ તરીકે ઉડાન ભરવા માટે અયોગ્ય હોવાનું કહેવામાં આવ્યું હતું. તેની વિનંતી પર ફરીથી તેની તબીબી તપાસ કરવામાં આવી. ડીજીસીએ આ ટેસ્ટ પૂર્ણ થયા બાદ તેને માત્ર કો-પાઈલટ તરીકે પ્રમાણપત્ર આપવામાં આવશે એવી સ્પષ્ટતા કરી હતી.

ડીજીસીએએ મને ચીફ પાઇલટ તરીકે ઉડાન ભરવાની મંજૂરી આપી નથી, તેથી કોઈ પણ એરલાઇનમાં નોકરી મેળવવાની મારી તકો ધૂંધળી છે. ડીજીસીએનો નિર્ણય સમાનતા, વેપાર અને જીવનના મારા મૂળભૂત અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
વધુમાં અરજદાર પાઈલોટે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન નિયમોના ઉલ્લંઘનનો પણ દાવો કર્યો છે. એચઆઈવી પોઝિટિવ હોવા છતાં, ૨૪ માર્ચ, ૨૦૨૩ના રોજ યુએસ એવિએશન એડમિનિસ્ટ્રેશને તેને ઉડાન ભરવા માટે યોગ્ય જાહેર કર્યો અને તે હાલમાં કમર્શિયલ લાઈસન્સ માટે તાલીમ લઈ રહ્યો છે.

અરજદારે દાવો કર્યો હતો કે એક તરફ ડીજીસીએના મનસ્વી અને ગેરવાજબી નિર્ણયને કારણે તેને મુખ્ય પાઈલટ તરીકે ઉડાન ભરવાની તક નકારી કાઢવામાં આવી છે, પરંતુ બીજી તરફ તેને યુએસમાં આવી કોઈ પરિસ્થિતિનો સામનો કરવો પડતો નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ