આમચી મુંબઈમહારાષ્ટ્ર

Deepfake વીડિયો રાજકારણીઓ માટે બન્યા વરદાન: સેલિબ્રિટીઝ બન્યા શિકાર

મુંબઈ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઇ)એ કેટલું ખતરનાક હોઇ શકે તેનો અંદાજો થોડા વખત પહેલા જ રશ્મિકા મંદાના અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડીપફેક વીડિયો પરથી આવી ગયો હતો અને મોદીએ પોતાના ભાષણમાં પણ એઆઇ-ડીપ ફેક વીડિયોના ખતરાઓનો ઉલ્લેખ કર્યો હતો. જોકે, ચૂંટણીની મોસમ દરમિયાન રાજકારણીઓ અને રાજકીય પક્ષો માટે ડીપફેક વીડિયો (Deepfake Video) પ્રચારનું એક સાધન બની ગયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. હાલમાં જ શાહરુખ ખાન, આમિર ખાન અને રણવીર સિંહ મહારાષ્ટ્રમાં ચૂંટણી માટે વિશેષ રાજકીય પક્ષનો પ્રચાર કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

જોકે, બોલીવુડના ત્રણેય સુપરસ્ટારે આ પ્રકારનો વીડિયો બનાવ્યો નથી. આમિર ખાન અને રણવીર સિંહે તો આ બાબતે મુંબઈ પોલીસ સમક્ષ પોતાનો નકલી એટલે કે ડીપફેક વીડિયો વાયરલ થઇ રહ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. જોકે, શાહરુખ દ્વારા હજી સુધી કોઇ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.

આપણ વાંચો: Deepfake: Taylor Swiftના ડીપફેક ફોટો વાયરલ થયા બાદ વ્હાઇટ હાઉસે ચિંતા વ્યક્ત કરી

શાહરુખ, આમિર અને રણવીર સિંહ ઉપરાંત અન્ય સેલિબ્રિટીઓના પણ ચોક્કસ રાજકીય પક્ષ માટે પ્રચાર કરતા વીડિયો ઇન્ટરનેટ પર ફરી રહ્યા છે. આ બાબતની ગંભીર નોંધ લઇને મુંબઈ પોલીસના ક્રાઇમ બ્રાંચના સાઇબર સેલ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

કૉંગ્રેસે પોતે જ ડીપફેક વીડિયો બનાવ્યા?

શાહરુખ, રણવીર અને આમિર ખાન કૉંગ્રેસ પાર્ટીની ગેરન્ટીનો પ્રચાર કરતા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે ત્યારે એવા આરોપ પણ મૂકવામાં આવી રહ્યા છે કે આ ડીપફેક વીડિયો કૉંગ્રેસ દ્વારા જ બનાવવામાં આવ્યા છે અને ઇન્ટરનેટ પર વાયરલ કરવામાં આવ્યા છે, જેથી ચૂંટણીમાં તેમને સેલિબ્રિટી સ્ટેટસના પ્રચારનો ફાયદો મળે.

ત્રણેય સિતારાઓ દ્વારા પોતે આ વીડિયો ન બનાવ્યો હોવાની સ્પષ્ટતા મુંબઈ પોલીસ સમક્ષ કરાઇ ત્યારબાદ ઇન્ટરનેટ પર સોશિયલ મીડિયામાં લોકો દ્વારા આરોપ થઇ રહ્યો છે કે કૉંગ્રેસના આઇટી સેલ દ્વારા જ આ વીડિયો બનાવવામાં આવ્યા છે. કારણ કે દરેક ડીપફેક વીડિયોમાં સેલિબ્રિટીઓ કૉંગ્રેસનો જ પ્રચાર કરતા જોવા મળ્યા છે.

પક્ષના સોશિયલ મીડિયા ઇન્ચાર્જની થશે પૂછપરછ

ક્રાઇમ બ્રાંચનું કહેવું છે કે આ વીડિયો એક ચોક્કસ પક્ષ માટે પ્રચાર કરતા હોવાનું જણાઇ આવતા તે પક્ષના સોશિયલ મીડિયા ઇન્ચાર્જની પૂછપરછ કરવામાં આવશે. ક્રાઇમ બ્રાંચનું કહેવું છે કે આ પ્રકારના વીડિયો લોકો ઉપર પ્રભાવ પાડે છે અને તેનું પરિણામ ચૂંટણી પર આવી શકે છે અને આમ કરવું તે કાયદાની વિરુદ્ધ છે, તેથી દરેક પાસાઓની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે. મુંબઈ પોલીસે લોકોને ડીપફેક વીડિયોના પ્રભાવમાં નહીં આવવાની અપીલ પણ કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ …તો 160થી શરૂ થશે Mobile Number! ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી