ડેક્કન ક્વીન અને પંજાબ મેલની ‘અવિરત’ સફર: ઐતિહાસિક ટ્રેનોનું ભવ્ય સેલિબ્રેશન
પહેલી જૂન, 1930ના શરુ થઈ હતી મુંબઈ-પુણે વચ્ચેની સૌથી પહેલી ડિલક્સ ટ્રેન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈ અને પુણેને જોડતા સૌથી પહેલી ડિલક્સ ટ્રેનની શરુઆત અંગ્રેજોએ કરી હતી, જે ટ્રેને આજે વિધિવત રીતે પૂરા 95 વર્ષ પૂરા કરીને 96માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
ડેક્કન ક્વીન (95 વર્ષ) અને પંજાબ મેલ (114 વર્ષ) અવિરત રીતે પ્રવાસીઓને ઉત્તમ સેવા પૂરી પાડી રહી છે, જે રેલવેની સાથે પ્રવાસીઓ માટે પણ ગૌરવની વાત છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
દર વર્ષના માફક આજે પણ ડેક્કન ક્વીનના બર્થ-ડે નિમિત્તે કેક કાપીને બેન્ડબાજા સાથે સેલિબ્રેશન કર્યું હતું. ભારતની સૌથી પ્રતિષ્ઠિત અને ઐતિહાસિક ટ્રેન પૈકીની ડેક્કન ક્વીન આજે 96મા વર્ષમાં પ્રવેશ કર્યો છે, જેની ખુશી નિમિત્તે પુણે રેલવે સ્ટેશન ખાતે વિવિધ અધિકારીઓ, પ્રવાસીઓ અને રેલ પ્રવાસી સંગઠનના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આપણ વાંચો: મુંબઈ-પુણેને જોડતી Deccan Queen થઈ 94 વર્ષની પણ આ વખતે…
ડેક્કન ક્વીનના માફક પંજાબ મેલ પણ ઉત્તર ભારત સાથેનું કનેક્શન પણ ગજબનું ધરાવે છે, એમ પુણે રેલ પ્રવાસી સંગઠનના પ્રમુખ હર્ષા શાહે જણાવ્યું હતું.
સ્વતંત્રતાના સમયે બ્રિટિશરોએ ગ્રેટ ઈન્ડિયન પેનિન્સુલા રેલવે કંપની (Great Indian Peninsula Railway Company) દ્વારા પહેલી ડિલક્સ ટ્રેન સર્વિસ તરીકે પહેલી જૂન, 1930ના મુંબઈ-પુણે વચ્ચે ડેક્કન ક્વીન એક્સપ્રેસ દોડાવવાની શરૂઆત કરી.
શરૂઆતના દિવસોમાં માત્ર બ્રિટીશરો જ આ ટ્રેનમાં પ્રવાસ કરી શકતા હતા, પરંતુ બાદમાં 1943માં ભારતીયોને પણ આ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
આપણ વાંચો: માથેરાનમાં મોજઃ પાંચ લાખ પ્રવાસીએ માણી મજા, રેલવેને થઈ આટલી આવક
ડિલક્સ ટ્રેન શરુ કરવામાં આવી ત્યારે સાત કોચ હતા, જે ખાસ કલરના હતા, જેમાં સિલ્વર અને સ્કાર્લેટ બોર્ડર તેમ જ રોયલ બ્લુ અને ગોલ્ડ લાઈનિંગ. આ કોચને ઈંગ્લેન્ડમાં તૈયાર કવરામાં આવ્યા હતા, જ્યારે બોડીનું નિર્માણ માટુંગા વર્કશોપમાં કર્યું હતું.

1966 સુધી તેમાં નવા સ્ટીલના કોચ જોડવામાં આવ્યા હતા અને કોચની સંખ્યા વધારીને બાર કરી હતી, જેમાં એક એરબ્રેક રેક પણ જોડી હતી. 2021માં તેમાં પહેલો વિસ્ટાડોમ કોચ સામેલ કર્યો હતો, જે પ્રવાસીઓને વિશેષ પસંદ પડ્યો હતો.
રેલવેના અધિકારીએ કહ્યું હતું કે ડેક્કન ક્વીન એક ટ્રેન નથી, પરંતુ મુંબઈ અને પુણે વચ્ચે સાંસ્કૃતિક જોડાણનું પ્રતીક બની ગઈ છે. બંને શહેરના લાખો નાગરિકો આ ટ્રેન મારફત પ્રવાસ કરી ચૂક્યા છે.
ડેક્કન ક્વીન એક ટ્રેન નથી, પરંતુ હાલતી ચાલતી મોબાઈલ રેસ્ટોરા પણ છે. આ ઐતિહાસિક ટ્રેનો ભારતીય રેલવેના ઈતિહાસની શાનદાર ધરોહર છે, જે ભવિષ્માં પોતાની ગરિમા અને સર્વિસને કારણે પ્રવાસીઓના દિલમાં રાજ કરે છે.