દેવામાં ડૂબેલા અનિલ અંબાણીને મળશે 4,000 કરોડ રૂપિયા, જાણો ક્યાંથી આવશે આટલા પૈસા?
મુંબઇઃ દેવામાં ડૂબેલા અનિલ અંબાણી માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે મુંબઈના મેટ્રો-1 કોરિડોરમાં અનિલ અંબાણીનો 74 ટકા હિસ્સેદારી ખરીદવાની મંજૂરી આપી દીધી છે.
આ પ્રોજેક્ટમાં અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાનો હિસ્સો છે. MMRDA આ પ્રોજેક્ટમાં રિલાયન્સ ઇન્ફ્રાનો હિસ્સો રૂ. 4000 કરોડમાં ખરીદશે. આ ડીલ થતાં જ રિલાયન્સ ઈન્ફ્રા આ પ્રોજેક્ટમાંથી બહાર થઈ જશે.
મુંબઇમાં 337 કિ.મી. લાંબા મેટ્રો નેટવર્કનું કામ ચાલી રહ્યું છે. એમાં 11.4 કિ.મી. લાંબો મેટ્રો-1 કૉરિડોર વર્સોવા-અંધેરી-ઘાટકોપરની વચ્ચે છે. આ એવો કૉરિડોર છે જે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપથી બનાવવામાં આવ્યો છે. આ માટે મુંબઇ મેટ્રો વન પ્રાઇવેટ લિમિટેડ (MMOPL) બનાવવામાં આવ્યું હતું, જેમાં MMRDAની 26 ટકા અને આર ઇન્ફ્રા.ની 74 ટકા હિસ્સેદારી છે.
સોમવારે રાજ્ય કેબિનેટે નિવૃત્ત આઇએએસ અધિકારી અને પૂર્વ મુખ્ય સચિવ જૉની જોસેફે એક રિપોર્ટને મંજૂરી આપી દીધી, જેમાં આર ઇન્ફ્રા.ની 74 ટકા હિસ્સેદારીની કિંમત 4,000 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
નોંધનીય છએ કે આર ઇન્ફ્રા.-MMRDAનો જોઇન્ટ પ્રોજેક્ટ વિવાદોથી ભરેલો રહ્યો છે. સૌથી વધુ ભીડવાળી મેટેરો હોવા છતાં પણ આર ઇન્ફ્રાની આગેવાનીવાળી MMOPLએ હંમેશા નુક્સાનીનો દાવો કર્યો છે.