દાઉદનો ભાઇ ઇકબાલ ખંડણી કેસમાં દોષ-મુક્ત

મુંબઈ: એમસીઓસીએની વિશેષ અદાલતે શુક્રવારે ખંડણી કેસમાં ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકરે ખંડણી કેસમાંથી મુક્ત કર્યો હતો.
કાસકર સામે કડક એવા મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) અને ઈન્ડિયન પીનલ કોડની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કોર્ટે તેને આ કેસના દરેક આરોપોમાંથી મુક્ત કર્યો હતો, પરંતુ આદેશની નકલ ઉપલબ્ધ ન હોવાને કારણે તેનું કારણ જાણી શકાયું નહોતું.
આપણ વાંચો: બીડના સરપંચની હત્યા, ખંડણી કેસમાં સીઆઈડી તથ્યો જાહેર કરે: શિવસેના યુબીટી…
કાસકરનો આ ખંડણી કેસમાં ભલે છૂટકારો થયો હોય, પરંતુ તેની હાલમાં જેલમાંથી મુક્તિ થશે નહીં, કારણ કે તેની સામેનો મની લોન્ડરિંગનો કેસ પેન્ડિંગ છે અને તે હાલમાં થાણેની જેલમાં છે.
૨૦૧૫માં થાણેના એક રિયલ ડેવલપર પાસેથી કાસ્કરે ૩૦ લાખ રૂપિયા અને ચાર ફ્લેટ માગ્યા હોવાનું પોલીસનું કહેવું છે. તેને ખંડણીના ૩૦ લાખ રૂપિયા પણ મળ્યા હતા તથા તેના આ કેસના સહઆરોપીના નામે એક ફ્લેટ પણ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)