આમચી મુંબઈમહારાષ્ટ્ર

મરાઠા આંદોલનની તારીખ આગળ ધકેલાઇ: હવે આ તારીખે થશે જાહેરાત

જાલના: મરાઠા અનામત આંદોલનની તારીખ આંતરવાલી સરાટી ગામમાં આજે નક્કી થવાની હતી. જોકે હવે આ બાબતનો નિર્ણય મનોજ જરાંગેએ આગળ ધકેલી દીધો છે. બીડ જિલ્લામાં 23મી ડિસેમ્બરના રોજ યોજાનાર સભામાં આગળની ગતીવિધી નક્કી થશે એમ મનોજ જરાંગેએ જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આવતી કાલે વિધાનસભાની બેઠકમાં મરાઠા અનામત બાબતે તેમની ભૂમિકા રજૂ કરશે. તેથી પહેલાં મુખ્ય પ્રધાનની ભૂમિકા શું તે જાણી લેવી જરુરી છે તેથી જ આ નિર્ણય લીધો છે એમ જરાંગેએ જણાવ્યું હતું.

આ સમયે વાત કરતાં મનોજ જરાંગેએ જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આવતી કાલે વિધાનસભાના સત્રમાં મરાઠા અનામત અંગે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરશે. 24મી ડિસેમ્બર સુધી મરાઠા અનામત આપવા માટે મુખ્ય પ્રધાન અને બંને નાયબ મુખ્ય પ્રધાન અડગ છે એવો મેસેજ મોકલવામાં આવ્યો છે.

આપડે કેવું આંદોલન કરવાના છે એ જો આજે જાહેર કરીશું તો સરકારને આપડું આગામી પગલું ખબર પડી જશે. હવે આ લડાઇ તાકત અને યુક્તીથી લડવાનું છે. તેથી 23મી ડિસેમ્બરના રોજ યોજાનાર સભામાં આગામી આંદોલનની તારીખ જાહેર કરવામાં આવશે.

મરાઠા અનામતનો મુદ્દો હલ કરવા મનોજ જરાંગેએ સરકારને 24મી ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. જો 24મી ડિસેમ્બર સુધી નિર્ણય નહીં આવે તો આગામી આંદોલનની તારીખ નક્કી કરવામાં આવશે. તેથી હવે મરાઠા આંદોલનનું આગળનું પગલું શું હશે એ તો 23મી ડિસેમ્બરના રોજ બિડમાં યોજાનાર સભામાં જ ખબર પડશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button