એકનાથ શિંદેના ગુરુના ફોટો સામે ઉડાવાયા પૈસાઃ બે પદાધિકારી સામે કાર્યવાહી
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે શિવસેનાના દિવંગત નેતા એકનાથ શિંદેને ગુરુ માને છે એ વાત સહુ કોઇ જાણે છે અને તેમનું અપમાન કરનારા શિવસેનાના જ બે પદાધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.
શિંદે જૂથની શિવસેનાના અમુક લોકો આનંદ દિઘેના ફોટો સામે નાચતા અને તેમના પર પૈસા ઉડાવતા હોય તેવો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થવાને કારણે મોટો વિવાદ ઊભો થયો હતો.
ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભા સાંસદ સંજય રાઉત પણ આ વિષયને લઇ ટીકા કરી ચૂક્યા છે. એવામાં શિંદે જૂથ દ્વારા વીડિયોમાં દેખાતા તેમના પક્ષના બે પદાધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
આપણ વાંચો: election અમને મોટો જનાદેશ આપો, અમે ‘લાડકી બહિણ’ની રકમ બમણી કરશું: એકનાથ શિંદે…
ઉલ્લેખનીય છે કે ગણેશોત્સવની ઉજવણી દેખાડતા આ વીડિયોમાં આનંદ દિઘેના ફોટો સમક્ષ અમુક કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ નાચતા અને પૈસા ઉડાવતા દેખાતા હતા.
આ વિશે શિંદે જૂથના સાંસદ નરેશ મ્હસ્કેએ પણ પોતાની નારાજગી દર્શાવી હતી અને કહ્યું હતું કે આ પ્રકારના બનાવો નિંદનીય છે અને ઘટનાને વખોડી હતી. મ્હસ્કેના આદેશ બાદ જ પક્ષના બે પદાધિકારીઓ વિરુદ્ધ શિસ્તભંગના પગલા લેવામાં આવ્યા હતા.