આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઇગરાને દાઝ્યા પર ડામ, CNG અને PNGના ભાવમાં વધારો

મુંબઇઃ મુંબઇગરા રોજેરોજ વધતી જતી મોંઘવારીથી ત્રસ્ત છે, એમાં હવે હાનગર ગેસ લિમિટેડ (MGL) એ CNG (કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ-CNG)ની કિંમતમાં 1.50 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કર્યો છે. તે જ સમયે, ઘરોમાં પાઇપ દ્વારા સપ્લાય કરવામાં આવતા LPG (PNG)ની કિંમતમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

હવે મુંબઇગરાએ એક કિલો સીએનજી માટે 75 રૂપિયા અને પીએનજી માટે 48 રૂપિયા ચૂકવવા પડશે. નવા દરો મંગળવારે મધરાતથી અમલમાં આવશે. મહાનગર ગેસ લિ. (MGL) એ જણાવ્યું હતું કે “CNG અને PNGની વધતી જતી માગને પહોંચી વળવા અને ઘરેલુ ગેસ પુરવઠામાં કમી વવાને કારણે હવે આયાતી ગેસ પર નિર્ભર રહેવું પડે છે. કંપનીને બજાર ભાવે LNG ખરીદવો પડે છે, જેના કારણે ગેસની કિંમતમાં વધારો થયો છે. કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે આ ભાવવધારા બાદ પણ એમજીએલના CNG અને ઘરેલુ LPGના ભાવ દેશમાં સૌથી ઓછા છે.

અગાઉ 22 જૂને ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે દિલ્હી NCRમાં CNGની કિંમતોમાં વધારો કર્યો હતો. આ વધારા બાદ દિલ્હીમાં એક કિલો સીએનજીની કિંમત 75.09 રૂપિયા થઈ ગઈ છે. જોકે કંપનીએ PNGની કિંમતમાં કોઇ વધારો કર્યો નહોતો. તેની કિંમત 48.59 રૂપિયા પ્રતિ SCM (સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર) છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker