Dadar Metro Stationનું કામ શરૂ, આવું હશે Traffic Diversion
મુંબઈ: મુંબઈ શહેરમાં મેટ્રોનું કામ ઝડપી ગતિએ ચાલુ છે. મેટ્રોના કારણે વિવિધ સ્થળોએ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ) એ મેટ્રો લાઇન ૩ (દાદર અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન)નું બાંધકામ શરૂ કર્યું છે. જેના કારણે દાદરમાં ટ્રાફિકને અસર થઈ શકે છે. મેટ્રો સ્ટેશનના કામના કારણે ટ્રાફિકમાં ફેરફાર થયા છે, જે ૨૫ એપ્રિલથી લાગુ કરાયા છે.
મુંબઈ પોલીસની માહિતી અનુસાર, લેફ્ટનન્ટ અન્ના ટિપણીસ ચોક-સ્ટીલમેન જંકશનથી ગડકરી ચોક વચ્ચેના રસ્તાઓ પર કામ ચાલી રહ્યું હોવાથી ટ્રાફિક જામ થવાની શક્યતા છે અને એને કારણે જ જેના કારણે શહેરીજનોને અગવડ ન પડે તે માટે ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવશે.
આપણ વાંચો: Metro-3ને લઈને આવ્યા Good News, આ તારીખથી થશે શરૂ…
મેટ્રો ૩ના નિર્માણને કારણે ગોખલે રોડ અને આસપાસના વિસ્તારોના ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવશે. ગોખલે રોડની ઉત્તર બાજુ ગડકરી ચોકથી સ્ટીલમેન જંકશન સુધી તમામ વાહનોની અવરજવર બંધ રહેશે. તેથી, દક્ષિણ તરફની લેન રાબેતા મુજબ ખુલ્લી રહેશે. વાહનવ્યવહાર માર્ગમાં કોઈ અડચણ ન આવે તે માટે બંને તરફ નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યું છે.
સેનાપતિ બાપટ પુતલા (સર્કલ) થી રાનડે રોડ પર સ્ટીલમેન જંકશન સુધી વાહનો પર પ્રતિબંધ રહેશે. ગોખલે રોડ પર પોર્ટુગીઝ ચર્ચથી ઉત્તર તરફ જતા વાહનો સ્ટીલમેન જંકશનથી રાનડે રોડ, દાદાસાહેબ રેગે રોડ, ગડકરી જંકશન તરફ ડાબો વળાંક લઈ શકે છે. તેથી, દાદર ટીટી તરફ જતા વાહનો રાનડે રોડ પર સ્ટીલમેન જંકશનથી જમણી બાજુએ જઈ, એનસી કેલકર રોડ, કોટવાલ ગાર્ડન સાથે પનારી જંકશનથી ડાબે તેમના નિર્ધારિત ગંતવ્ય તરફ જઈ શકે છે.