આમચી મુંબઈમહારાષ્ટ્ર

બાપરે!! મુંબઈમાં ૨૪ કલાકમાં કોરોનાના કેસમાં બમણો વધારો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈમાં કોરોના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈમાં કોરોના નવા કેસમાં બમણો વધારો નોંધાયો હતો. શનિવારે કોરોનાના ૩૨ નવા કેસ નોંધાયા હતા. આ અગાઉ શુક્રવારે મુંબઈમાં કોરોનાના નવા માત્ર ૧૫ કેસ નોંધાયા હતા.

મુંબઈમાં ૨૪ કલાકમાં કોરોનાના કેસમાં બમણો વધારો નોંધાતા પાલિકા પ્રશાસન પણ એલર્ટ થઈ ગયું છે. શુક્રવારે કોરોનાના નવા ૧૫ કેસ નોંધાયા હતા. તેની સામે શનિવારે મુંબઈમાં ૩૨ નવા કેસ નોંધાયા હતા. દિવસ દરમિયાન ત્રણ દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો ૧૮ દર્દી કોરોનાથી સાજા થયા હતા. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૫૭૦ કોવિડના ટેસ્ટ થયા હતા. હાલ મુંબઈમાં કોવિડના ૧૪૮ એક્ટિવ કેસ છે.

મુંબઈમાં નવા દર્દીનો આંકડો સતત વધી રહ્યો છે, તેમાં ૩૧ ડિસેમ્બરની ઊજવણી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થશે તેથી આગામી દિવસમાં કોવિડના દર્દીમાં કેસમાં વધારો થવાની શક્યતા ડૉકટરો વ્યક્ત કરી ચૂક્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button