આમચી મુંબઈ

આઠ-આઠ કલાક પૉર્ન જોઈને બાળકી સાથે આચરી વિકૃતિ: યુગલની ધરપકડ

બાળકી સાથે કુકર્મ આચરતી વખતે યુવકે સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કર્યો અને તેની ગર્લફ્રેન્ડે વીડિયો બનાવ્યો

મુંબઈ: મોબાઈલ ફોન પર આઠ-આઠ કલાક પૉર્ન વીડિયો જોઈને યુગલના મગજમાં કેટલી હદે વિકૃતિ ભરાઈ હતી તેનું વરવું સ્વરૂપ જોગેશ્ર્વરીમાં બનેલી ઘટનામાં જોવા મળ્યું હતું. 10 વર્ષની માસૂમ બાળકી સાથે વારંવાર કુકર્મ કરનારા યુવકે છેલ્લે જાતીય હુમલા વખતે સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કર્યો હતો અને તેની યુવકની ગર્લફ્રેન્ડે મોબાઈલથી તેનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું. આ અમાનવીય ઘટના સામે આવતાં જ પોલીસે યુવક-યુવતીની ધરપકડ કરી હતી.

જોગેશ્ર્વરી પૂર્વમાં રહેતી બાળકીની માતાએ આ પ્રકરણે મેઘવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કૅટરિંગ સર્વિસ ફર્મમાં સુપરવાઈઝર તરીકે કામ કરતી મહિલા પતિથી અલગ થયા પછી દીકરી સાથે જોગેશ્ર્વરીની ચાલમાં રહેતી હતી. એ જ કૅટરિંગ ફર્મમાં વેઈટર તરીકે કામ કરતાં આરોપી યુવક-યુવતી મહિલાના ઘરમાં માળિયા પર રહેતાં હતાં.

પોલીસ ફરિયાદ અનુસાર માતા કામ માટે બહાર જતી ત્યારે 24 વર્ષનો યુવક અને 21 વર્ષની યુવતી બાળકી સાથે કુકર્મ આચરતાં હતાં. 15 મેથી 14 જૂન દરમિયાન બાળકી પર જાતીય હુમલો કરાયો હતો.

વારંવાર બાળકી સાથે કુકર્મ કરનારા યુવકે છેલ્લે જાતીય હુમલા વખતે સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કર્યો હતો અને તેની ગર્લફ્રેન્ડે વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું. સ્ક્રૂડ્રાઈવરને કારણે બાળકીને ગંભીર ઇજા થઈ હતી, એવું ફરિયાદમાં જણાવાયું હતું.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે બનેલી ઘટનાની માતાને જાણ ન કરવા માટે બાળકીની કથિત મારપીટ કરી તેને ધમકાવવામાં આવી હતી. વીડિયો વાયરલ કરવાની પણ ચીમકી આરોપીએ આપી હતી.

પરિણામે બાળકીએ માતાને ઘટનાની જાણ કરી નહોતી. આખરે ગુરુવારે બાળકીએ માતાને હકીકત જણાવતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે બન્ને આરોપીના મોબાઈલ ફોનની ચકાસણી કરતાં ચોંકાવનારી માહિતી જાણવા મળી હતી. આરોપી આઠ-આઠ કલાક મોબાઈલ ફોન પર પૉર્ન વીડિયો જોતા હતા. મોબાઈલમાંની અમુક સામગ્રી તેમણે ડિલિટ પણ કરી નાખી હતી, જે પાછી મેળવવાના પ્રયાસ પોલીસ કરી રહી છે. વિશેષ અદાલતે બન્નેને પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh C Patel

મુંબઈ-સિટી-ડેસ્ક તેઓ દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક… More »
Back to top button