
મુંબઈ: બોલિવૂડ અભિનેતા અને ભાજપ નેતા મિથુન ચક્રવર્તીને મલાડના મઢ વિસ્તારના એરાંગલ ગામમાં સ્થિત એક પ્લોટ પર અનધિકૃત બાંધકામ કરવા માટે મુંબઈ મહાનગર પાલિકા એ કારણદર્શક નોટિસ ફટકારી હતી.
એક અહેવાલ મુજબ શનિવારે, અભિનેતાએ આરોપોને નકારી કાઢ્યા હતાં અને તેણે કોઈ અનધિકૃત બાંધકામ કર્યું ના હોવાનો દાવો કર્યો હતો. નોટિસને લઈને પાલિકાને તેઓ જવાબ મોકલશે એવું પણ અભિનેતાએ કહ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
પાલિકાએ 10 મેના રોજ બહાર પાડેલી નોટિસમાં અભિનેતાને ફેરફારો માટે પૂરતું કારણ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, નહીં તો બાંધકામો તેમના પોતાના જોખમે તોડી પાડવામાં આવશે એવી પાલિકાએ કાર્યવાહીની ચેતવણી પણ આપી છે.
પાલિકાના અધિકારી ના જણાવ્યા મુજબ, પ્લોટ પર આ બાંધકામો અધિકારીની પરવાનગી લીધા વિના બાંધવામાં કરવામાં આવ્યા હતા, જેના કારણે તેમને કારણદર્શક નોટિસ જારી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
નોટિસ મળ્યાના સાત દિવસની અંદર અભિનેતાને જવાબ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો….મુંબઈમાં પાંચ વર્ષમાં બની શકે 1,00,000 સીટવાળું નવું વિશાળ ક્રિકેટ સ્ટેડિયમઃ સીએમ ફડણવીસ…