આમચી મુંબઈમહારાષ્ટ્ર
સી.ડી.બરફીવાલા ફ્લાયઓવર અને ગોખલે પુલનું જોડાણ પૂરુંઃ પહેલી જુલાઈથી ખુલ્લા મુકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારા સી.ડી.બરફીવાલા ફ્લાયઓવરના ભાગને ગોપાલકૃષ્ણ ગોખલે ફ્લાયઓવરના સમાંતર લાવવાનું કામ આખરે પૂરું કરવામાં સફળતા મળી છે અને હવે પહેલી જુલાઈ, ૨૦૨૪થી આ બંને પુલ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાની પાલિકાની યોજના છે.
ગોખલે બ્રિજ અને સી.ડી.બરફીવાલા ફ્લાયઓવર વચ્ચે ખાસ્સુ એવું અંતર હતું. બંને પુલને એક લેવલ પર લાવવા માટે બે મહિનાથી કામ ચાલી રહ્યું હતું. બંને પુલને એક લેવલ પર લાવવા માટે હાઈડ્રોલિક જૅક અને ‘એમએસ સ્ટુલ પૅકિંગ’નો ઉપયોગ કરીને જોડવાનું અત્યંત પડકારજનક કામ પાલિકા દ્વારા તાજેતરમાં પૂરું કરવામાં આવ્યું છે.