આમચી મુંબઈમહારાષ્ટ્ર

શિંદેની લાડકી બહેન યોજના સામે કોંગ્રેસ લઈ આવશે આ યોજના…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્ર સરકારે મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજનાની જાહેરાત કરી તે ખૂબ જ પ્રભાવી સાબિત થઇ રહી છે. એક તરફ વિપક્ષ યોજનાની ટીકા કરી રહ્યો છે ત્યારે બીજી બાજુ નાગરિકોમાં તેની ચર્ચા ખૂબ છે. જોકે યોજનાની ટીકા કરી રહેલી કૉંગ્રેસે તેના ઘોષણાપત્રમાં મહિલાઓ મહાલક્ષ્મી યોજનાની માગણી કરી છે.

મહાયુતિની સરકારે જે કુટુંબની વાર્ષિક આવક અઢી લાખ રૂપિયાથી ઓછી હોય તેવા કુટુંબની 21 વર્ષથી 65 વર્ષની મહિલાઓને માસિક દોઢ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવા માટે લાડકી બહેન યોજના અમલમાં લાવી છે. જોકે કૉંગ્રેસ સહિતના વિપક્ષ આ યોજનાને વિધાનસભાની ચૂંટણી માટેનું ગતકડું ગણાવી રહ્યો છે અને રાજ્યની તિજોરી ખાલી છે ત્યારે આ યોજના માટે નાણા ભંડોળ ક્યાંથી આવી શકે તેવો પ્રશ્ન પૂછી રહ્યો છે.

મોંઘવારીના કારણે દેશની મહિલાઓ ત્રસ્ત છે અને તેના કારણે પ્રત્યેક મહિલાને વાર્ષિક એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે એવી માગણી કરી મહાલક્ષ્મી યોજના આખા દેશમાં લાગુ કરવાની માગણી કૉંગ્રેસે તેના ઘોષણાપત્રમાં કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આખા દેશમાં આ યોજના લાગુ કરે તેવી માગણી મહિલા કૉંગ્રેસે કરી છે.

આ પણ વાંચો: લાડકી બહેન યોજનાનો વિરોધ કરનારાને અજિત પવારનો જવાબ

એક બાજુ મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજના અંતર્ગત મળતા દોઢ હજાર રૂપિયા સામે પ્રશ્ર્નો અને તેનો વિરોધ અને બીજી બાજુ એક લાખ રૂપિયાની સહાયની માગણી, કૉંગેસનું આ વલણ વિરોધાભાસી હોવાની ચર્ચા રાજકીય વર્તુળમાં થઇ રહી છે.

એક લાખ રૂપિયા ક્યાંથી લાવશે?

વિપક્ષ સરકારને મહિલાઓને દોઢ હજાર રૂપિયા માસિક આપવા માટે સરકાર ક્યાંથી નાણા ભંડોળ લાવશે તેવો પ્રશ્ન પૂછી રહ્યો છે ત્યારે વિપક્ષ પ્રત્યેક મહિલાઓ એક લાખ રૂપિયા આપવા માટે નાણા ભંડોળ ક્યાંથી લાવી શકાય તેવો પ્રશ્ન ઊભો થાય છે.

મહિલાઓને 33 ટકા અનામત આપવા માગણી

કૉંગ્રેસે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાયે એ પૂર્વે મહિલાઓને વિધાનસભાઓમાં 33 ટકા અનામત આપવાની માગણી પણ વડા પ્રધાનને મહિલા કૉંગ્રેસે કરી છે. મહિલાઓને સમાન રાજકીય ભાગીદારી મળે એ માટે વડા પ્રધાન અનામત તાત્કાલિક લાગુ કરે તેવી માગણી મહિલા કૉંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button