શિંદે સેના અને ભાજપના સ્ટાર પ્રચારકો સામે શરદ પવાર જૂથની ચૂંટણી પંચમાં ફરિયાદ
મુંબઈઃ શરદ પવારના નેતૃત્વવાળી એનસીપી દ્વારા શનિવારના રોજ સત્તાધારી શિવસેના અને ભાજપ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમનો દાવો છે કે અન્ય પાર્ટીના લોકો ના નામ પોતાના સ્ટાર પ્રચારક તરીકે જાહેર કરીને તેમણે લોક પ્રતિનિધિત્વ કાયદા અને મતદાનના કાયદાનો ભંગ કર્યો છે. મહારાષ્ટ્રમાં શરદ પવારના નેતૃત્વવાળી એનસીપી એ વિરોધ પક્ષ ઉદ્ધવ સેના, કોંગ્રેસ અને મહા વિકાસ આઘાડીની મહાયુતિનો એક ભાગ છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેથી નારાજ શરદ પવાર
શરદ પવારની પાર્ટીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કર્યું હતું કે અમે ભારતીય ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી છે કે, એકનાથ શિંદેની શિવ સેના અને ભારતીય જનતા પાર્ટીએ લોક પ્રતિનિધિત્વ કાયદા અને મતદાનના કાયદાનો ભંગ કર્યો છે. સાથે જ ટ્વિટમાં ચૂંટણી પંચને પાઠવાયેલો ફરિયાદ પત્ર તેમજ સ્ટાર પ્રચારકની યાદી ટેગ કરીને જણાવ્યું હતું કે ભાજપ અને શિંદેની શિવસેનાએ અન્ય પાર્ટીના નામ જાહેર કરીને સેક્શન 77 અંતર્ગત રિપ્રેસન્ટેશન ઓફ પિપલ્સ એક્ટના કાયદાનો ભંગ કર્યો છે.
— Nationalist Congress Party – Sharadchandra Pawar (@NCPspeaks) March 30, 2024
શરદ પવારની એનસીપીએ દાવો કર્યો છે કે મુખ્યપ્રધાન એકનાથ શિંદેની શિવસેનાએ વિવિધ સરકારી કચેરી ધરાવતા ઉચ્ચ હોદ્દાના લોકોના નામનો ઉલ્લેખ કર્યો છે, જેવા કે વડાપ્રધાન, ગૃહપ્રધાન, મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન. આ માત્ર લોક પ્રતિનિધિત્વ કાયદાનો ભંગ નથી પણ મોડલ કોડ ઓફ કન્ડક્ટ પણ છે, કારણ કે તેઓ કેન્દ્ર અથવા રાજ્યમાં પોતાના સત્તાકિય હોદ્દાનો ઉપયોગ ચૂંટણીમાં પ્રચાર કરવા માટે કરી રહ્યા છે.
આ પણ વાંચો: ભાજપની મહાયુતીમાંથી નહીં મળી ટિકિટ તો નેતાઓ શરદ પવારના ચક્કર લગાવવા માંડ્યા, ભાજપના ગઠબંધનમાં મુશ્કેલી
લોકસભાની ચૂંટણીનું મતદાન 19 એપ્રિલથી શરૂ થનાર છે. મહારાષ્ટ્રમાં પાંચ તબક્કામાં મતદાન થવાનું છે. ત્યારે શરદ પવારની એનસીપીએ માગ કરી છે કે પારદર્શક અને યોગ્ય મતદાન માટે ચૂંટણી પંચ તેમની ફરિયાદના આધારે કડક પગલા લે.