શોકિંગઃ નાગપુરમાં બળાત્કાર બાદ કોલેજિયનની હત્યા

નાગપુર: નાગપુર જિલ્લામાં 26 વર્ષની કોલેજિયન પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. મહિલાનો મૃતદેહ બસ સ્ટેન્ડ નજીકથી મળી આવ્યો હતો.
ઉમરેડ ખાતે એમઆઇડીસી બસ સ્ટેન્ડ નજીક આજે સવારના યુવતીનો મૃતદેહ મળી આવતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. કોલેજમાં ભણતી યુવતી રવિવારે સવારે તેની માતાને એવું કહીંને ઘરેથી નીકળી હતી કે કેમ્પમાં જઇ રહી છે અને સાંજે પાછી ફરશે.
આપણ વાંચો: જમાઈ કે જમઃ સાસુ પર બળાત્કાર કરનાર જમાઈની 14 વર્ષની સજા હાઈ કોર્ટે યથાવત્ રાખી
પોલીસના જણાવ્યા અનુસાર યુવતીને તેની માતાએ કૉલ કરીને પૂછ્યું હતું કે તે ક્યાં છે? ત્યારે યુવતીએ કહ્યું હતું કે તે ઉમરેડથી 50 કિલોમીટર દૂર બ્રહ્માપુરી ખાતે છે અને તે ઘરે પાછી નહીં ફરી શકે. એ સમયે શખસે પણ યુવતીની માતા સાથે વાત કરી હતી અને તેને કહ્યું હતું કે તેની પુત્રીને તે ઘરે પરત આવવા નહીં દેશે.
બાદમાં યુવતીનો મૃતદેહ ઉમરેડમાં બસ સ્ટેન્ડ નજીકથી મળી આવ્યો હતો, જેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. ડોક્ટરોએ જણાવ્યું હતું કે યુવતી પર બળાત્કાર ગુજાર્યા બાદ ગળું દબાવી તેની હત્યા કરવામાં આવી છે.
(પીટીઆઇ)