મુંબઈમાં ઠંડી-ગરમી મિશ્ર વાતાવરણ
૨૪ કલાકમાં મહત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રીનો વધારો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં બે-ત્રણ દિવસથી ફરી ઠંડકભર્યો માહોલ સર્જાયો છે. સોમવારે લઘુતમ તાપમાન ૧૭.૯ ડિગ્રી નોંધાયા બાદ સોમવારે લઘુતમ તાપમાન ૧૮ ડિગ્રી નોંધાયું હતું. જોકે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારો નોંધાતા ગરમી અને ઉકળાટ જણાઈ હતી.
ઉત્તર ભારતમાંથી ફૂંક્ાઈ રહેલા ઠંડા પવનોને કારણે સોમવારે મુંબઈમાં ૧૭.૯ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું, જે છેલ્લા ચાર વર્ષમાં માર્ચ મહિનામાં નોંધાયેલું સૌથી નીચું તાપમાન હતું. તો મંગળવારે મુંબઈમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૧૮ ડિગ્રી જેટલો નોંધાયો હતો. જોકે સોમવારની સરખામણીમાં મંગળવારે મહત્તમ તાપમામાં પાંચ ડિગ્રી સુધીનો વધારો નોંધાયો હતો.
મંગળવારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૩.૩ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે સોમવારે સાંતાક્રુઝમાં ૨૯.૪ ડિગ્રી જેટલું નોંધાયું હતુંં. ૨૪ કલાકની અંદર જ મહત્તમ તાપમાનમાં લગભગ પાંચ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. તો સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન ૧૮.૦ ડિગ્રી નોંધાયું હતું. કોલાબામાં મંગળવારે મહત્ત તાપમાન ૩૧.૧ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે સોમવારે ૨૮.૫ ડિગ્રી નોંધાયું હતું. ૨૪ કલાકની લગભગ ચાર ડિગ્રી જેટલો વધારો થયો હતો. જયારે લઘુતમ તાપમાન ૨૦.૫ ડિગ્રી નોંધાયું હતું. આ દરમિયાન હવામાન ખાતાએ આગામી ૨૪થી ૪૮ કલાક મુંબઈમાં ઠંડીની અસર વર્તાશે એવો અંદાજો વ્યક્ત કર્યો હતો.