આમચી મુંબઈ

ભારતીયો પૈસા વાપરે છે કે વેડફે છે? કપડા કરતા દારૂમાં વધારે ખર્ચે છે ને પછી લે છે વીમા કવચઃ જાણો અહેવાલ…

મુંબઈ: રોટી, કપડાં અને મકાન દરેક વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત છે. આજના સમયમાં મોંઘી રેસ્ટોરન્ટના ભોજન તથા મોંઘી બ્રાન્ડના કપડાં ઉપલબ્ધ છે. ત્યારે વ્યક્તિ તેની પાછળ કેટલો ખર્ચે કરે છે? તેને લઈને સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

કપડાં કરતા દારૂ પાછળ વધારે ખર્ચ
સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના રિપોર્ટ અનુસાર, વર્ષ 2023-24માં લોકોએ કપડાંને બદલે દારૂ ખરીદવામાં વધુ ખર્ચ કર્યો છે. દારૂના વપરાશ ખર્ચમાં 26 ટકાનો વધારો થયો છે. વર્ષ 2022-23માં જે ખર્ચ 0.95 લાખ કરોડ રૂપિયા હતો. તે વધીને 1.20 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. વર્ષ 2020-23માં લોકોએ કપડાં પર 7.60 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. પરંતુ વર્ષ 2023-24માં આ ખર્ચ ઘટીને 7.29 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે.

દારૂ અને કપડાં સિવાય વર્ષ 2022-23ની સરખામણીમાં 2023-24 માં અનાજ, કઠોળ, દૂધ, ઈંડા, ચીઝ, ફળો, શાકભાજી જેવી આવશ્યક ચીજવસ્તુઓ પરનો ખર્ચ વધાર્યો છે. આવશ્યક ચીજવસ્તુઓ ઉપરાંત ચોકલેટ, ખાંડ અને જામ જેવી વસ્તુઓ પરનો ખર્ચ પણ 19.78 ટકા વધ્યો છે. આ સાથે આરોગ્ય પરનો ખર્ચ પણ 18.75 ટકા વધ્યો છે. આ ઉપરાંત, એક વર્ષમાં ગ્રાહક ખર્ચ 9.72 ટકા વધીને કુલ 181.4 લાખ કરોડ રૂપિયા થયો છે.

આરોગ્ય ખર્ચ વધ્યો, વીમા પ્રીમિયમ પર ખર્ચ ઘટ્યો
સીએમઆઈઈના રિપોર્ટમાં કેટલાક આંકડા આશ્ચર્યજનક છે. કારણ કે એક તરફ લોકોએ તેલ અને ચરબીયુક્ત ખોરાક પરના ખર્ચમાં 19.67 ટકાનો ઘટાડો થયો છે. પરંતુ બીજી તરફ ચોકલેટ, જામ અને ખાંડ જેવી વસ્તુઓના ખર્ચમાં 19.78 ટકાનો વધારો થયો છે. સાથોસાથ આરોગ્ય પર ખર્ચ પણ વધ્યો છે. પરંતુ વીમા પ્રીમિયમ પર ખર્ચ ગયા વર્ષની સરખામણીમાં 3.39 ટકા ઘટાડો થયો છે. આ ઉપરાંત ઇન્ટરનેટ અને સંદેશાવ્યવહાર પર ખર્ચમાં 8 ટકાનો વધારો થયો છે અને મનોરંજન પર ખર્ચમાં 1.38 ટકાનો ઘટાડો થયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button