CM રાહત ફંડનો ઉપયોગ નિર્ધારિત હેતુ માટે જ થશે તેવી આશા: બોમ્બે હાઈકોર્ટ | મુંબઈ સમાચાર

CM રાહત ફંડનો ઉપયોગ નિર્ધારિત હેતુ માટે જ થશે તેવી આશા: બોમ્બે હાઈકોર્ટ

મુંબઈ: મુખ્યપ્રધાન રાહત ભંડોળમાંથી કરવામાં આવતી નાણાંની વહેંચણી પર દેખરેખ રાખવી શક્ય નથી, પણ એ વહેંચણીનો હેતુ જળવાઈ રહેશે એવી આશા અને વિશ્વાસ છે એમ બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું છે. 

ચીફ જસ્ટિસ આલોક આરાધે અને ન્યાયમૂર્તિ સંદીપ માર્નેની ખંડપીઠે 31 જુલાઈએ આપેલા આદેશમાં નોંધ્યું હતું કે ભંડોળના વ્યવહાર અંગેની જાણકારી હંમેશા  માહિતી અધિકાર અધિનિયમ (આરટીઆઈ) હેઠળ મેળવી શકાય છે.

આપણ વાંચો: બોમ્બે હાઈકોર્ટે અનિલ અંબાણીને રાહત આપી; MMRDAને ₹1169 કરોડ ચૂકવવા આદેશ

અમે સીએમઆરએફની કામગીરી પર દેખરેખ નથી રાખી શકતા. જોકે, સીએમઆરએફમાં ફાળવવામાં આવેલા ભંડોળનો ઉપયોગ કેવળ નક્કી કરવામાં આવેલા ઉદ્દેશો અને હેતુઓ માટે જ કરવામાં આવે છે અને બીજો કોઈ ઉપયોગ નથી થતો એવી આશા અને વિશ્વાસ અમને છે.

મુંબઈ સ્થિત એનજીઓ ‘પબ્લિક કન્સર્ન ફોર ગવર્નન્સ ટ્રસ્ટ’ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીનો નિકાલ હાઈકોર્ટે કર્યો હતો. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે મુખ્યપ્રધાન રાહત ભંડોળનો ઉપયોગ નક્કી કરવામાં આવેલા હેતુ સિવાયના અન્ય હેતુઓ માટે કરવામાં આવી રહ્યો છે.

આપણ વાંચો: કુણાલ કામરાની ઘરપકડ નહીં થાય; બોમ્બે હાઈકોર્ટે આપી રાહત આપી

અરજીમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે સીએમઆરએફનો ઉપયોગ ફક્ત અને માત્ર કુદરતી આફતો, આપત્તિઓ અને પીડિતોને મદદ કરવા માટે થવો જોઈએ. એટલું જ નહીં પણ આ હેતુ સાથે જ તેની રચના કરવામાં આવી હતી.

સરકારે આ અરજીનો વિરોધ કરતાં કહ્યું હતું કે શરૂઆતમાં સીએમઆરએફની સ્થાપના કુદરતી આફતો અને આપત્તિઓના પીડિતોને મદદ કરવા માટે કરવામાં આવી હતી, પરંતુ નવેમ્બર 2001માં તેના ઉદ્દેશો અને હેતુનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. કુદરતી આફતો સિવાયની અન્ય ઘટનાઓના પીડિતોની વધતી માંગને ધ્યાનમાં રાખીને આ પ્રમાણે કરવામાં આવ્યું હતું. (પીટીઆઈ)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button