આમચી મુંબઈમહારાષ્ટ્ર

યશશ્રી શિંદે હત્યાકેસ: દાઉદ શેખ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપ ઉમેરાયા

કોર્ટે સાત દિવસની પોલીસ કસ્ટડી ફટકારી
મુંબઈ:
ઉરણમાં યશશ્રી શિંદેની કરપીણ હત્યાના કેસમાં કર્ણાટકના ગુલબર્ગા જિલ્લામાંથી ધરપકડ કરાયેલા આરોપી દાઉદ બસ્સુદ્દીન શેખ વિરુદ્ધ પોલીસે એસસી/એસટી એક્ટ હેઠળ આરોપ ઉમેર્યા છે. કર્ણાટકથી નવી મુંબઈ લવાયા બાદ આરોપીને કોર્ટમાં હાજર કરાતાં તેને સાત દિવસની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.

નવી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મંગળવારે દાઉદ શેખને કર્ણાટકથી નવી મુંબઈ લાવી હતી અને તેને બુધવારે પનવેલની સેશન્સ કોર્ટમાં હાજર કરાયો હતો.

આ પણ વાંચો: Yashshree Murder Case: પોલીસે આરોપી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપો લગાવ્યા

ઉલ્લેખનીય છે કે ઉરણમાં રહેતી અને બેલાપુરની ખાનગી કંપનીમાં કામ કરતી યશશ્રી 25 જુલાઇએ સવારે ઓફિસ જવા માટે ઘરેથી નીકળી હતી. મોડી રાતે થવા છતાં તે ઘરે પાછી ન ફરતાં પરિવારના સભ્યોએ તેની શોધ ચલાવી હતી. જોકે યશશ્રીનો કોઇ પત્તો ન લાગતાં ઉરણ પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવાઇ હતી.

દરમિયાન શુક્રવારે મોડી રાતે રેલવે સ્ટેશનની નજીક ઝાડીઝાંખરામાં યશશ્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેની હત્યા કરવામાં આવી હતી. યશશ્રીની હત્યા દાઉદ શેખે કરી હોવાનો આરોપ તેના પિતાએ કર્યો હતો.

દરમિયાન પોલીસે ગુનો દાખલ કરીને આરોપીને પકડવા આઠ ટીમ તૈયાર કરાઇ હતી અને તેમને અલગ અલગ સ્થળે મોકલાઇ હતી. પોલીસની બે ટીમ દાઉદની શોધમાં કર્ણાટક ગઇ હતી અને તેને શહાપુર ખાતેથી તાબામાં લેવાયો હતો. પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button