Weather update: આજે થાણે, મુંબઇ સહિત મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતા: કોકણમાં ઓરેંજ એલર્ટ

મુંબઇ: મહારાષ્ટ્રમાં છેલ્લાં કેટલાંક દિવસોથી વરસાદની હાજરી દેખાઇ રહી છે. ત્યારે આજે રવિવારે પણ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદની શક્યાકા વ્યક્ત કરવામાં આવી છે. કોકણ સહિત મધ્ય મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મુંબઇ, મધ્ય મહારાષ્ટ્ર સહિત થાણેમાં આજે વરસાદની હાજરી પૂરાશે. હવામાન થાતા દ્વારા કોકણ માટે ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી મુજબ રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ અને ગોવામાં મૂશળધાર વરસાદની શક્યતાઓ રહેલી છે.
દક્ષિણ કોકણ-ગોવાના કિનારાથી પૂ્ર્વમધ્ય અરબી સમુદ્રપર ઓછા દબાણનો પટ્ટો ઉત્તર-ઇશાન તરફ ખસ્યો હોવાથી 30મી સપ્ટેમ્બર 2023ના રોજ દક્ષિણ કોકણ કિનારા પાસે પૂર્વમધ્ય અરબી સમુદ્ર પર 17:30 IST પર કેદ્રિત થયો છે.
1 ઓક્ટોબરે 12.15 વાગે રાત્રે નવા ઉપગ્રહ પાસેથી મેળવેલી માહિતી અનુસાર રત્નાગિરી, સિઁધુદુર્ગ, ગોવા, રાયગઢ આ વિસ્તારોમાં અતિવૃષ્ટિની શક્યતાઓ હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાંક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતી નિર્માણ થવાની શક્યતાઓ છે ત્યારે ઘણાં વિસ્તારોમાં જમીન ધસી જવાની શક્યતાઓ પણ છે. મુંબઇ શહેર અને ઉપનગરો સહિત થાણે જિલ્લામાં પણ મૂશળધાર વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા કોકણ વિભાગ, અંદમાન અને નિકોબાર દ્વિપ, ઓડિશા, ગોવા, કેરલ અને કર્ણાટકના કિનારાના વિસ્તારો સહિત દેશના અનેક વિસ્તારોમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ કોકણ-ગોવાના કિનારા પાસે આવેલ પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ઓછા દબાણનું ક્ષેત્ર અને ઇશાન અને આસપાસના પૂર્વમધ્ય બંગાળની ખાડી પર વધુ એક ઓછા દબાણનું ક્ષેત્ર નિર્માણ થવાની શક્યતાઓ હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.