આમચી મુંબઈ

મધ્ય રેલવેમાં મોટો ફેરફાર: આજથી વંદે ભારત સહિત અનેક ટ્રેનોના સમય બદલાયા

મુંબઈ: પહેલી જાન્યુઆરી, ૨૦૨૬થી મધ્ય રેલવેના સમયપત્રકમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. મુંબઈ-પુણેને જોડતી હાઇ-સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ સહિત ઘણી મહત્વપૂર્ણ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

રેલવે પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મુસાફરોની મુસાફરીને વધુ આરામદાયક બનાવવા અને ટ્રેનની ગતિ વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલી જાન્યુઆરીથી અમલમાં આવનારા આ નવા સમયપત્રકને કારણે મુંબઈથી ઉપડતી અને પહોંચતી ટ્રેનોના સમયમાં ૫થી ૧૫ મિનિટનો તફાવત જોવા મળશે.

આપણ વાચો: Good News: મહારાષ્ટ્રમાં વધુ એક ‘વંદે ભારત એક્સપ્રેસ’ને લીલી ઝંડી, જાણી લો રૂટ પણ…

મુંબઈ-પુણે-સોલાપુર અને મુંબઈ-સાંઈનગર શિરડી રૂટ પર દોડતી “વંદે ભારત” ટ્રેનના સમયપત્રકમાં થોડી મિનિટોનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઇન્ટરસિટી, સિંહગઢ એક્સપ્રેસ અને ડેક્કન ક્વીનના સમયમાં પણ થોડો ફેરફાર થવાની શક્યતા છે. વધુમાં, રેલવેએ સવારે મુંબઈ પહોંચતી અથવા રાત્રે ઉપડતી લાંબા અંતરની ટ્રેનોના પ્લેટફોર્મ અને સમયમાં પણ ફેરફાર કર્યા છે.

રેલવેએ મુસાફરોને તેમની મુસાફરી શરૂ કરતા પહેલા નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ (એનટીઇએસ) એપ અથવા રેલવેની સત્તાવાર વેબસાઇટ પર તેમની ટ્રેનનું લાઇવ સ્ટેટસ તપાસવા અપીલ કરી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button