આવતીકાલે ગણેશોત્સવની ખરીદી કરવા નીકળવાના છો? ટ્રેનોના રહેશે ધાંધિયા…
મુંબઈઃ મધ્ય રેલવે દ્વારા આવતીકાલે એટલે કે પહેલી સપ્ટેમ્બરના દિવસે મેઈન્ટેનન્સ વર્ક અને સિગ્નલ મેઈન્ટેનન્સ વર્ક માટે મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોકને કારણે લોકલ ટ્રેનોના ધાંધિયા જોવા મળશે. જો તમે પણ ગણપતિની શોપિંગ માટે નિકળવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે જ છે.
મધ્ય રેલવે પર આવતી 11થી બપોરે 3.55 વાગ્યા સુધી માટુંગા-મુલુંડ વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન માટુંગા-મુલુંડ વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર બ્લોક લેવામાં આવશે.
આ સમયગાળા દરમિયાન અપ-ડાઉન સ્લો લોકલ અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. ટ્રેનો સાયન, કુર્લા, ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ અને મુલુંડ સ્ટેશન પર હોલ્ટ આપવામાં આવશે. માટુંગા બાદ આ લોકલ ટ્રેન ફરી સ્લો લાઈન પર ડાયવર્ટ કરવામાં આવશે.
આ પણ વાંચો: Good News: મધ્ય રેલવેમાં સીએસએમટીમાં પ્લેટફોર્મ વિસ્તારણનું કામ અંતિમ તબક્કામાં
હાર્બર લાઈન પર સવારે 10.30થી 3.36 કલાક સુધી સીએસએમટી-પનવેલ, બેલાપુર અને વાશી વચ્ચે અપ-ડાઉન લાઈન પર ટ્રેનો સંપૂર્ણપણે બંધ રહેશે. બ્લોકના સમયગાળા દરમિયાન સીએસએમટી-કુર્લા અને પનવેલ-વાશી વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે.
મેગા બ્લોકને કારણે મધ્ય રેલવે પર રવિવારે રજાના દિવસે પણ ધાંધિયા જોવા મળશે. ગણેશોત્સવ નજીક આવી રહ્યો હોઈ જો તમે પણ આવતીકાલે શોપિંગ પર જવાનું વિચારી રહ્યા હોવ તો પહેલાં આ સમાચાર વાંચીને જ બાદમાં પ્લાનિંગ કરજો, નહીં તો અટવાઈ જશો.